દક્ષિણ ઇરાનમાં 6.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

તેહરાન તા.14
એક અહેવાલ અનુસાર આજે સાંજે દક્ષિણ ઇરાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આફટર શોક યુએઇમાં અનુભવાયા હતા. અને દુબઇમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. યુએઇમાં આવેલા ભૂકંપની તીવ્રતા 2.3 હતી.
દુબઇના અલગ અલગ ભાગોમાં બે થી ત્રણ મિનિટ સુધી આફટર શોક અનુભવાયા. જેના કારણે લોકો પોતાના ઘરો, ઓફિસો અને ઇમારતોમાંથી બહાર આવી ગયા. દુબઇ ઉપરાંત શારજાહમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. આઇસીસી ટી.20 વર્લ્ડકપ 2021 ની આજે દુબઇ ખાતે ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચના શરૂ થતા પૂર્વે દુબઇના મેદાનમાં પણ આફટર શોક અનુભવાયા હતા.

રિલેટેડ ન્યૂઝ