અદાણીના રૂા.93065 કરોડનું થયેલું ધોવાણ:અંબાણી ફરી આગળ નિકળ્યા

નવી દિલ્હી, તા.27
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બે દિવસ પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાની નજીક પહોંચી ગયા હતા.તેમના અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 0.6 અબજ ડોલરનો તફાવત રહી ગયો હતો. જોકે શેરબજારમાં મચેલી ઉથલ પાથલ વચ્ચે હવે અંબાણી ફરી આ રેસમાં ઘણા આગળ નીકળી ગયા છે.બંનેની સંપત્તિમાં હવે 13 અબજ ડોલરનો તફાવત છે.કારણકે ગૌતમ અદાણીની નેટવર્થમાં શુક્રવારે 12.4 અબજ ડોલર એટલે કે 93065 કરોડ રુપિયાનુ ધોવાણ થયુ છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ 78.1 અબજ ડોલર છે અને દુનિયાના ધનિકોના લિસ્ટમાં તે 13મા ક્રમે છે.

રિલેટેડ ન્યૂઝ