19મીની સંસદ સુધી ટ્રેકટર રેલી રદ કરવા ખેડૂતોનો નિર્ણય

નવી દિલ્હી, તા.27
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીએ કરેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂતોની વધુ એક માંગણી પણ સ્વીકારી લીધી છે. આજે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહૃાુ હતુ કે, ખેડૂતો હવે ખેતરમાં પરાળી સળગાવશે તો તેને ગુનો ગણવામાં નહીં આવે.
કૃષિ મંત્રી તોમરે કહૃાુ હતુ કે, ભારત સરકારે આ માંગણી પણ સ્વીકારી લીધી છે.સાથે સાથે તેમણે કહૃાુ હતુ કે, સરકારે જ્યારે નવા કૃષિ કાયદા રદ કરી દીધા છે ત્યારે આંદોલન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.હૂં ખેડૂતોને આંદોલન પૂરૂ કરીને ઘરે પાછા ફરવા માટે અપીલ કરુ છું.
દિલ્હીની સિંધુ અને ટેકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની યોજાયેલી બેઠકમાં 29 નવેમ્બરે સંસદ સુધીની ટ્રેકટર માર્ચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ચર્ચા બાદ ખેડૂત નેતાઓએ ઉપરોક્ત નિર્ણય લીધો હતો.જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.જોકે પાછળથી તેનુ એલાન કરવામાં આવશે તેવુ કહેવાઈ રહૃાુ છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાકેશ ટિકૈતે કહૃાુ હતુ કે, 26 નવેમ્બર સુધીના કાર્યક્રમો પૂર્વ નિધારીત ટાઈમ ટેબલ પ્રમાણે થશે
જોકે તેમણે કહૃાુ હતુ કે, સંસદ સુધીની ટ્રેકટર માર્ચ અંગે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે અને હવે ખેડૂતોએ આ માર્ચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ખેડૂતોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે આજે પરાળી સળગાવવાના અપરાધ નહીં ગણવાની ખેડૂતોની માંગણી પણ સ્વીકારી લીધી છે અને એમએસપી મુદ્દે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ