મહારાષ્ટ્ર, યુપી, હરિયાણામાં આજથી રાત્રિ ર્ક્યુ

ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્ય સરકારો દ્વારા કડક પ્રતિબંધો લાગુ, મહારાષ્ટ્રમાં રાત્રે 9 થી સવારના 6 સુધી કર્યુ:ઇન્ડોર લગ્નમાં 100 લોકો આઉટડોર સમારોહમાં માત્ર 250 લોકોને મંજૂરી:હરિયાણા-યુપીમાં રાત્રે 11 થી સવાર પાંચ સુધી કર્યુ

નવી દિલ્હી તા.24
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના 20 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્ર 100 કરતા વધારે ઓમિક્રોન દર્દી ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હવે રાજ્યમાં કુલ 108 ઓમિક્રોન દર્દી છે. ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રએ નાઇટ કરફયુની જાહેરાત કરી છે. તે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. ફક્ત આવશ્યક સેવાઓ જ ખુલ્લી રહેશે. આ સાથે નવી ગાઇડ લાઇન પણ જાહેર કરી છે. ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખી લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ મૂકાયો છે. નાઇટ કફર્યુ સમયે 5 થી વધારે લોકો એકત્રિત થઇ શકશે નહીં. લગ્નમાં બંધ હોલમાં 100 લોકોને જ મંજૂરી મળશે.. જયારે ખુલ્લી જગ્યા પર કુલ ક્ષમતાના 25 ટકા અથવા 250 લોકોને મંજૂરી મળશે. જીમ, સ્પા, હોટેલ, થીએટર, સિનેમાહોલ, જેવા ઇન્ડોર સ્થળોએ 50 ટકાની ક્ષમતાની સંખ્યાને છૂટ આપવામાં આવી છે. જયારે રમત-ગમતના કાર્યક્રમોમાં કુલ ક્ષમતાના માત્ર 25 ટકા લોકોને જ હાજરી આપવાની મંજુરી આપવામાં આવી છે.


મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 1410 કેસો નોંધાયા છે. અને કોરોનાના 12 દર્દીઓના મોત થયા છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશતની વચ્ચે હરિયાણા અને ઉત્તરપ્રદેશ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સીએમ યોગીએ 25 ડિસેમ્બરથી પ્રદેશમાં નાઈટ કર્ફ્યુનુ એલાન કર્યુ છે. લગ્નના આયોજનમાં કોવિડ પ્રોટોકોલની સાથે 200 લોકોની અનુમતિ હશે. આ બાબતે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય ટીમ-09ને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.દેશના વિભિન્ન રાજ્યોમાં કોવિડના કેસમાં વધારો જોવા મળી રહૃાો છે. એવામાં 25 ડિસેમ્બરથી પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવશે. દરરોજ રાત્રિ 11 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.બજારોમાં માસ્ક નહીં, તો સામાન નહીં ના સંદેશની સાથે વેપારીઓને જાગૃત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રસ્તા, બજારોમાં દરેક માટે માસ્ક અનિવાર્ય છે. દેશના કોઈ પણ રાજ્ય અથવા વિદેશથી યુપીની સીમામાં આવનારા દરેક વ્યક્તિની ટ્રેસિંગ-ટેસ્ટિંગના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ બસ, રેલવે અને એરપોર્ટ પર વધારાની તકેદારી રાખવામાં આવશે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 91 હજાર 428 સેમ્પલની તપાસ થઈ, જેમાં 49 નવા સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. પ્રદેશમાં કુલ એક્ટિવ કોવિડ કેસની સંખ્યા 266 છે જ્યારે 16 લાખ 87 હજાર 657 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. શુક્રવારે 37 જિલ્લામાં એક પણ કોવિડ દર્દી મળ્યા નહીં.

રિલેટેડ ન્યૂઝ