ભારતમાં 318 ટકા વધુ ઝડપે ફેલાઇ રહેલો ઓમિક્રોન

મહારાષ્ટ્રમાં વધુ 20 કેસ સાથે, દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય

નવી દિલ્હી તા.24
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના 35 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્ર 100 કરજા વધારે ઓમિક્રોન ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હવે રાજ્યમાં કુલ 108 ઓમિક્રોન દર્દી છે. આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળમાં પણ આયરલેન્ડથી પરત ફરેલા 27 વર્ષના યુવકને ઓમિક્રોન પોઝીવીટ મળ્યા છે. દેશના ઓમિક્રોન વેરિયન્ટમાં દર્દીની સંખ્યા 396 થઇ ગઇ છે. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે નવા દર્દી પૈકી 11 મુંબઇમાંથી છે.
દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મૂળ વાયરસની સરખામણીએ ત્રણ ગણી ઝડપથી ફેલાઈ રહૃાો છે. ભારતમાં નવા વેરિએન્ટનો પહેલો કેસ 2 ડિસેમ્બરના રોજ મળ્યો હતો.

બીજી ડિસેમ્બરે દેશમાં પહેલો કેસ નોંધાયા બાદ 19 દિવસમાં 200 ને પાર : આજે વધુ 35 કેસ નોંધાતા કુલ સંખ્યા 396 થઇ
પરંતુ માત્ર 19 દિવસની અંદર આ વાયરસની ઝપેટમાં આવનારાની સંખ્યા 200 પાર કરી ગઈ. તેનાથી વિપરિત મૂળ કોરોના વાયરસથી સંક્રમણના 200 કેસ મળતા 60 દિવસ લાગ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ