ફુગાવો વધીને 5.59 ટકાની પાંચ માસની ઉંચી સપાટીએ

કોરોનાના કહેર વચ્ચે મોંઘવારીમાં કમરતોડ વધારો – 2021 નવેમ્બરમાં 4.91 ટકા છુટક ફુગાવાનો દરમાં સતત ત્રીજા મહિને પણ ઉંચો રહૃાો : આગામી સમયમાં મોંઘવારી ચિંતાજનક રહેશે

નવી દિલ્મહી તા.12
દેશમાં સામાન્ય નાગરિકોને મોંઘવારીના મોરચે વધુ એક ઝાટકો લાગ્યો છે. ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 5.59 ટકાની છેલ્લા પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. નવેમ્બર, 2021 માં ફુગાવાનો દર ન4.91 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં ભારે વધારો થતા ખાદ્ય ફુગાવામાં તીવ્ર વધારો થયો છે.
ખાદ્ય ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 4.05 ટકા થયો છે. આ સાથે જ રિટેલ ફુગાવો છેલ્લા પાંચ મહિનાની ઉંચી સપાટી પર પહોંચ્યો છે. ખાદ્ય તેલ, શાકભાજી અને ઇંધણ ઉપરાંત વીજળી વગેરેમાં કિંમત વધવાને પગલે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવાના દરમાં ભારે વધારો થયો છે. ભારત સરકારના નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (એનએસઓ) દ્વારા આજે ફુગાવાને લગતા આંકડાકીય માહિતી જાહેર કરી હતી.વર્ષ-2021 ની નવેમ્બર મહિનામાં ફુગાવાનો દર 4.91 ટકા, ઓકટોબર મહિનામાં 4.48 ટકા જયારે સપ્ટેમ્બરમાં 4.35 ટકા રહૃાો હતો. ઓગસ્ટમાં પણ ફુગાવાનો દર 5.3 ટકા રહૃાો હતો. બજારના નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોનના વધી રહેલા કેસની સ્થિતિ વચ્ચે અર્થતંત્રમાં તરલતા તથા વૈશ્ર્વિક બજારોમાં ફૂડની ઉંચી કિંમતોને પગલે આગામી કેટલાક મહિનામાં ફુગાવાનો દર ઉંચો રહી શકે છે.

રિલેટેડ ન્યૂઝ