ટી-20ની સુપર સિરીઝ રમાડવા માટે આઇસીસી સમક્ષ પ્રસ્તાવ મુકશે

પીસીબી પ્રમુખ રમીઝ રાજા 4 દેશ વચ્ચે

લાહોર,તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે બંને દેશના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહૃાા હોય છે. ભારત-પાકિસ્તાન રાજદ્વારી સંબંધોને કારણે બંને વચ્ચે કોઇ સિરીઝ રમાતી નથી. બંને ટીમ માત્ર આઇસીસી ઇવેન્ટ્સમાં જ એકબીજા સાથે ટકરાય છે. આ મેચ 2 વર્ષ અને 4 વર્ષ પછી યોજાય છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝને લઇને મોટી પહેલ કરી છે. તે આઇસીસીની સામે એક પ્રસ્તાવ મૂકવા જઇ રહૃાા છીએ. જેને સ્વીકારવામાં આવે તો બંને દેશ વચ્ચે દર વર્ષે ટી-20 મેચની સિરીઝ રમાશે. રમીઝ રાજા આઇસીસી સમક્ષ ચાર દેશ વચ્ચે ટી-20 મેચની સુપર સીરિઝ રમાડવાનો પ્રસ્તાવ મૂકવા જઇ રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ