કોરોનામાં પણ દિવસ-રાત લોકોની મદદ કરી : રિયાઝ

રિયાઝે ગીતા કપૂરને ટ્વીટ કર્યું છે કે, તેણે તેના પ્રોફેશનને રિયાલિટી શોમાં તેના વર્તન સાથે મિક્સ કરવું જોઈતું નહોતું

બિગ બોસ 15ના ઘરમાંથી બહાર થયેલા ઉમર રિયાઝે કોરિયોગ્રાફર ગીતા કપૂરને પ્રહાર કર્યા છે, જે ગત એપિસોડમાં શોની મહેમાન બની હતી અને કહૃાું હતું કે તે તેના જેવા ગુસ્સાવાળા સર્જન પાસે સારવાર કરાવવાનું ક્યારેય પસંદ નહીં કરે. જણાવી દઈએ કે, ઉમર રિયાઝ પ્રોફેશનલી ડોક્ટર છે. એલિમિનેશન બાગ ઉમરે ગીતા કપૂરને ટ્વીટ કર્યું છે કે, તેણે તેના પ્રોફેશનને રિયાલિટી શોમાં તેના વર્તન સાથે મિક્સ કરવું જોઈતું નહોતું. ઘણા યૂઝર્સે તેને સપોર્ટ કર્યો છે અને તેના ગુસ્સાવાળા વર્તનને આગળ ધરી બહાર કર્યો તે બાબતને અન્યાયી ગણાવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે જ્રખ્તીીંટ્ઠાટ્ઠેિ. હું તમને મને વારસામાં મળેલા સ્વભાવ વિશે જણાવી દઉ. જ્યારે ભારતમાં કોરોના આવ્યો ત્યારે મેં મારા સ્વાસ્થ્ય વિશે વિચાર્યા વગર દિવસ-રાત મારા દેશની અને મારા લોકોની સેવા કરી હતી કારણ કે આ એ બાબત છે જે મને વારસામાં મળી છે, કે સેવા કરો અને આપો અને માત્ર તમારા વિશે ન વિચારો. અન્ય ટ્વીટમાં લખ્યું છે @geetakapur તમે મારા ડોક્ટર તરીકેના વ્યવસાય અને રિયાલિટી શોમાં મારા વર્તનને મિક્સ કર્યું અને મને જજ કર્યો.
મારું રિએક્શન હંમેશા એક્શન પર આવે છે, જે સમજવામાં તમે નિષ્ફળ ગયા. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે નેશનલ ટીવી પર મારા વિશે એક કહાણી બનાવવા માટે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. ઉમર રિયાઝ ફેન્સને આભાર માનવાનું ન ભૂલ્યો. તેણે તેમના માટે પણ એક સ્પેશિયલ ટ્વીટ લખી છે મારી જનતા મારી આર્મી ક્યારે મને બહાર નીકાળી દે મને સપોર્ટ ન કરીને તેવું બની ન શકે. તે અશક્ય છે. ભારત અને દુનિયાભરના મારા ફેન્સનો હું આભાર માનવા માગુ છું. બીજી ટ્વીટમાં લખ્યું છે આ ખરેખર નરકની મુસાફરી હતી પરંતુ તમારા લોકો વગર હું જીવી ન શક્યો હોત. હજી આગળ જવાનુ છે. કદાચ નિયમિત નહીં પરંતુ ટૂંક સમયમાં સ્ક્રીન પર આવીશ. ત્યાં સુધી પ્રેમ કરતા રહો, સુરક્ષિત રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. આ ડોક્ટર હંમેશા તમારા દિલમાં રહેશે.

રિલેટેડ ન્યૂઝ