કુલગામ એન્કાઉન્ટરઃ પાકિસ્તાની આતંકવાદી બાબર ઠાર, સેનાના ત્રણ જવાન અને બે નાગરિક ઘાયલ

કુલગામ એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકવાદી બાબર માર્યો ગયો હતો. એક પોલીસકર્મી શહીદ થયો છે. તેમજ સેનાના ત્રણ જવાન અને બે નાગરિકો ઘાયલ થયા હતા.

કાશ્મીર વિભાગના કુલગામ જિલ્લામાં બુધવારે શરૂ થયેલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ગુરુવાર સવાર સુધી ચાલી હતી. જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે. તેની ઓળખ બાબરભાઈ તરીકે થઈ છે. તે પાકિસ્તાનનો રહેવાસી હતો. શોપિયાં અને કુલગામમાં વર્ષ 2018થી સક્રિય હતો. આતંકી પાસેથી એક AK-47 રાઈફલ, એક પિસ્તોલ અને બે ગ્રેનેડ મળી આવ્યા છે. જમ્મુ નિવાસી પોલીસ કર્મચારી રોહિત ચિબ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. આ ઉપરાંત સેનાના ત્રણ જવાન અને બે નાગરિકો પણ ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને પરવાન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જેના આધારે સુરક્ષાદળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કોર્ડન કડક થતું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી બાબરને જવાનોએ ઠાર માર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ