ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર પુષ્પા ફિલ્મનુ ‘ભૂત’ સવાર થયુ, અલ્લુ અર્જૂનના અવતારમાં શેર કરી તસ્વીર

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહે છે અને પોતાની લાઈફ ઇન્જોય કરે છે અને સોશિયલ મીડિયામાં સત્તત એક્ટિવ જોવા મળે છે ત્યારે હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ અને ત્યાર બાદ બંને દેશો વચ્ચે આગામી 19 જાન્યુઆરીથી વન ડે સિરીઝ શરુ થવાની છે જેમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દક્ષિણ આફ્રિકા પ્રવાસે જઇ શક્યો નથી.

ઉલ્લેખનીય છેકે ઇજાને લઇને જાડેજા હાલમાં ટીમ ઇન્ડિયાથી બહાર છે. આ દરમિયાન તે હાલમાં બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકડમીમાં છે. દરમિયાન જાડેજા પર દક્ષિણની સુપર હીટ ફિલ્મ પુષ્પાનુ ભૂત સવાર થયુ છે. તેણે એક તસ્વીર શેર કરી છે, જેમાં તે અલ્લુ અર્જૂના અવતારમાં નજર આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ