બિકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં પાંચનાં મોત

પશ્ર્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધુમ્મસના કારણે ટ્રેન દુર્ઘટના -વડાપ્રધાન મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રીએ બંગાળના સીએમ સાથે વાત કરી માહિતી મેળવી – ઉચ્ચસ્તરીય તપાસના આદેશ: મૃતકોના પરિજનોને રૂા.5-5 લાખ, ઇજાગ્રસ્તોને 1-1 લાખની સહાય

કોલકતા,તા.13
બીકાનેર ગોવાહાટી એકસપ્રેસ બંગાળના ઉત્તરી ભાગમાં મૈનાગુરીની પાસે ડોમોહાનીની પાસે પાટા ઉપરથી ઉતરી ગયા હતાં ટ્રેન પટણાથી ગોવાહાટી જઇ રહી હતી.આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચના મોત થયા છે જયારે અન્ય અનેક લોકોને ઇજા થઇ છે.આથી મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી ધટનાની માહિતી મેળવી હતી આ દુર્ઘટના કયાં કારણોસર બની તેવી હાલ માહિતી મળી શકી નથી ટ્રેનના પાંચથી છ ડબ્બા પુરે પુરા ઉલ્ટી પડયા હતાં.આ ઘટનાની માહિતી મળતા જ રાહત તથા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.30 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.રેલવે કમિશ્નરે આ દુર્ધટનાની તપાસના આદેશ આપ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સાંજે પાંચ વાગે દુર્ઘટના બની હતી ગોવાહાટી બીકાનેર એકસપ્રેસ ગુરૂવારે સાંજે પાંચ વાગે પાટા ઉપરથી ઉતરી ગઇ હતી. 6 ડબ્બા એકદમ પ્રભાવિત થયા હતાં સ્થાનિક લોકોએ ડબ્બામાંથી ઇજા પામેલાઓને ડબ્બામાંથી બહાર કાઢયા હતાં અને નજીકની હોસ્પિટલમાં ઇજા પામેલાઓને મોકલવામાં આવ્યા છે.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓને ધટના સ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતાં અને યાત્રીકોને હરસંભવ મદદ માટે પણ કહેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર 308 મુસાફરો ટ્રેનમાં સવાર હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પાંચ લોકોના મોત નિપજયા હતાં અને 12થી વધુ લોકોને ઇજા થઇ હતી.મુસાફરોના સંબંધીઓ માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા હતાં. દુર્ઘટના ધુમ્મસને કારણે થઇ હોવાનું માનવામાં આવી રહૃાું છે.રાહત બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ઘટના સ્થળે અંધારૂ હોવાને કારણે કામ કરવામાં ખુબ મુશ્કેલીઓ આવી રહી હતી. રેલવેએ 03612791622, 03612731623 હેલ્પ જારી કરવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમોને પણ ધટના સ્થળે રવાના કરવામાં આવી હતી.ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીકોએ જણાવ્યું હતું કે આંચકો આવ્યા બાદ ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતાં. ટ્રેનમાં સવાર એક યાત્રીએ કહૃાું કે અચાનકથી આંચકો આવ્યો અને ટ્રેનની ડબ્બા પલ્ટી હયા હતાં. ટ્રેનના 4થી 5 ડબ્બા પુરી રીતે નુકસાનગ્રસ્ત થયા હતાં. ટ્રેનની ધટનાની માહિતી મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીથી માહિતી મેળવી હતી. હકીકતમાં આ ધટના ત્યારે થઇ જયારે મોદી દેશભરના મુખ્યમંત્રીઓની સાથે કોરોનાની સ્થિતિને લઇ બેઠક કરી રહૃાાં હતાં. આ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતાં. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી.

પશ્ર્ચિમ બંગાળમાં જલપાઇ ગુડી જિલ્લાના મમતાગુડી સ્થિત દોપહની પાસે ગુરુવારે સાંજે પાંચ વાગે ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં બે ડબા વધુ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ રેલ દુર્ઘટનામાં પાંચ પ્રવાસીઓના મોત થયા હતા. તેમજ 100 જેટલા ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

રિલેટેડ ન્યૂઝ