કોરોનાથી ડરવાને બદલે સતર્ક રહેવાની જરૂર:મોદી

મહામારી અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાને બેઠક કરી

100 વર્ષની સૌથી મોટી મહામારીમાંથી ભારતીયો સ્વપ્રયાસોથી જીતી બહાર નીકળશે

નવીદિલ્હી,તા.13
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી હતી બેઠકમાં કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતાં. આ ઉપરાંત લગભગ તમામ રાજયોના મુખ્યમંત્રી હાજર રહૃાાં હતાં. આ બેઠકમાં વડાપ્રધાને રાજયોમાં આરોગ્ય માળખા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમાં અનેક અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. એ યાદ રહે કે ગત રવિવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જીલ્લા સ્તર પર યોગ્ય સુવિધાઓ એકત્રિત કરવા અને કિશોરોના રસીકરણમાં તેજી લાવવાનું આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓને દેશમાં કોરોનાના લીધે ઝડપભેર બગડી રહેલી સ્થિતિ અને તેનો સામનો કરવાને લગતી તૈયારી અંગે વાત કરી હતી. કોરોનાથી ડરવાને બદલે આરોગ્ય સુવિધાઓ તૈયાર કરી સતર્ક રહેવા જણાવ્યુ હતું.
આ બેઠક દરમિયાન રાજયોમાં વધતા કોરોનાના મામલા,રસીકરણ અને બુનિયાદી આરોગ્ય સુવિધા પર ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંક કોરોનાના વધતા કેસો પર અંકુશ લગાવવા માટે પ્રતિબંધોને વધારવા પર પણ ચર્ચા થઇ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે 100 વર્ષની સૌથી મોટી મહામારીથી ભારતની લડાઇ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે.મહેનત આપણો એકમાત્ર પથ છે અને વિજય એકમાત્ર વિકલ્પ છે.આપણે 130 કરોડ ભારતીય પોતાના પ્રયાસોથી કોરોનાથી જીતી જરૂર બહાર નિકળશેઆ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહૃાું કે ગત વેરિએટની સરખામણીમાં ઓમીક્રોન તેજીથી ફેલાઇ રહૃાો છે આ મોટા ભાગે ટ્રાંસમિસિબલ છે આપણા આરોગ્ય નિષ્ણાંતો સ્થિતિઓનું આંકલન કરી રહૃાાં છે.સ્પષ્ટ છે કે આપણે સતર્ક રહેવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે આજ રાજયોની પાસે યોગ્ય માત્રામાં વેકસીન છે.ફ્રંટલાઇન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રીકાશન ડોજ જેટલા જલ્દી લાગે તેટલું જ જલ્દી આપણા હેલ્થ કેયર સિસ્ટમનું સામર્થ્ય વધાશે 100 ટકા રસીકરણ માટે દરેક ધરે દસ્તક અભિયાનને આપણે વધુ તેજ કરવાનું છે.વડાપ્રધાને કહૃાું કે આજે ભારત લગભગ 90 ટકા વ્યસ્ક જનવસ્તીને કોવિડ વેકસીનનો પહેલા ડોજ આપવામાં આવ્યો છે.દેશ બીજા ડોજની કવરેજમાં પણ 70 ટકાની આસપાસ પહોંચી ચુકયો છે.10 દિવસની અંદર જ ભારતે લગભગ ત્રણ કરોડ કિશોરોને પણ રસીકરણ કરી દેવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ