300 જિલ્લામાં કોરોનાનો પોઝિટીવિટી રેટ 5%થી વધુ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન
લોકો ઓમિક્રોનને ઓછો ઘાતક અને સામાન્ય શરદી-ઉધરસ તરીકે હળવાશથી ના લે

નવી દિલ્હી,તા.13
ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપતા કહૃાું છે કે, જે લોકોએ કોવિડ-19 વેક્સીન નથી લીધી એ લોકો માટે આ વેરિઅન્ટ બહુ નુકસાનકારક છે. જો કે, આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછો ઘાતક છે તો પણ એનાથી એ લોકોને ખતરો છે જેમણે કોરોના રસીકરણ નથી કરાવ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એ લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે જેઓ ઓમિક્રોનને ઓછો ઘાતક અને સામાન્ય શરદી-ઉધરસ માનીને ચાલે છે. તો ભારતમાં નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના અધ્યક્ષ ડો વી કે પૌલે સ્વાસ્થ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશમાં ન લેવો જોઈએ. એ ભલે નબળો લાગી રહૃાો હોય. જો કે, એનું એક કારણ એ પણ છે કે દેશમાં મોટા પાયે વેક્સીનેશનને લીધે લોકોને આ વેરિઅન્ટ સામે સુરક્ષા મળી રહી છે. તો કેટલાક દેશોમાં આ વેરિઅન્ટે આરોગ્ય સેવાઓને ખૂબ પ્રભાવિત કરી છે. દેશમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું કે દેશના 300 જિલ્લાઓમાં કોવિડ-19 કેસનો પોઝિટીવિટી રેટ 5 ટકાથી વધુ છે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ વીકલી પોઝિટીવિટી રેટ ઓફ હાઈ રિસ્ક સિટીની યાદી બહાર પાડી.

રિલેટેડ ન્યૂઝ