દિલ્હીમાં CCTV થી છુપાવીને રાખવામાં આવેલ RDX મળી આવતા એલર્ટ

દિલ્હી :
ગણતંત્ર દિવસ અગાઉ મકર સંક્રાંતિના દિવસે દેશની રાજધાની તથા પંજાબમાંથી વિસ્ફોટકો મળી આવ્યા છે, અધિકારીઓના જણાવ્યા અનુસાર બોમ્બનું વજન બેથી ત્રણ કિલોગ્રામ હતું. ખાસ વાત એ છે કે જ્યાં સ્કૂટી પાર્ક કરવામાં આવી હતી તે જગ્યા સીસીટીવી કેમેરાના કવરેજમાં આવી શકતી ન હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ આરડીએક્સ અને એમોનિયમ નાઈટ્રેટથી બનાવવામાં આવ્યો છે અને તેને લોખંડના ત્રિકોણાકાર બોક્સમાં રાખવામાં આવ્યો હતો. આરડીએક્સના ઉપયોગને કારણે એવું લાગે છે કે આ એક આતંકવાદી ઘટના છે. બોમ્બમાંથી સફેદ પાવડર નીકળતો હતો. સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું કે બોમ્બને ડિફ્યુઝ કરવાની સમગ્ર કાર્યવાહી NSG દ્વારા કરવામાં આવી છે અને NSGએ હજુ સુધી કોઈ માહિતી શેર કરી નથી. સ્પેશિયલ સેલના એક અધિકારી અને એક દુકાનદારે જણાવ્યું કે અનુપમ નામનો વ્યક્તિ શુક્રવારે સવારે ગાઝીપુર મંડીમાં સંક્રાંતિના અવસર પર ફૂલ ખરીદવા આવ્યો હતો.

જ્યારે અનુપમ ફૂલો ખરીદીને પાછા જવા લાગ્યા ત્યારે તેમણે સ્કૂટી પર રાખેલી બેગ જોઈ. તેણે દુકાનદારોને બેગ વિશે પૂછ્યું. દુકાનદારોએ બેગ વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. દુકાનદારે અનુપમને બેગ મૂકીને ચાલ્યા જવાનું કહ્યું, પરંતુ અનુપમ સ્થળ પરથી ગયો ન હતો. આ પછી અનુપમે 100 નંબર પર તેની જાણકારી આપી. ગાઝીપુર પોલીસ સ્ટેશનના બીટ ઓફિસર વિનીત ઘટના સ્થળે પહોંચ્યા. જ્યારે તેણે બેગ ખોલી તો તેણે તેમાં લોખંડની પેટી અને કેટલાક વાયર જોયા. બીટ ઓફિસરને કંઈક શંકાસ્પદ જણાયું અને જિલ્લાની બોમ્બ નિકાલ ટુકડીને સ્થળ પર બોલાવી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બેગમાંથી શંકાસ્પદ પદાર્થો અને બેટરીઓ પણ મળી આવી હતી. આ પછી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને NSGને જાણ કરવામાં આવી હતી.

આતંકવાદી ઘટના અંગે કોઈ ગંભીર ઈનપુટ નથી
ગાઝીપુરમાં IED (બોમ્બ) મળ્યા બાદ દેશના ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસ પર સવાલો ઉભા થયા છે. દર વર્ષે 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દેશમાં અને દિલ્હીમાં આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદીઓ ઘૂસવાના ઈનપુટ્સ આવે છે, પરંતુ આ વખતે દેશના ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસ પાસે કોઈ ઈનપુટ નથી.

રિલેટેડ ન્યૂઝ