PM Modi 10મી જૂને ગુજરાતની મુલાકાતે, 3050 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રનાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12:15 કલાકે, તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:45 કલાકે, તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી ‘ગુજરાત ગૌરવ અભિયાન’ નામના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલ ખાતે આશરે ₹ 3050 કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં મદદ કરશે, સાથે કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે ₹ 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ ₹ 542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી લગભગ ₹ 586 કરોડના ખર્ચે બનેલ મધુબન ડેમ આધારિત અસ્ટોલ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે. તે પાણી પુરવઠાના ઈજનેરી કૌશલ્યોની એક અજાયબી છે. તેમજ ₹ 163 કરોડના ‘નલ સે જલ’ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું સલામત અને પૂરતું પાણી પૂરું પાડશે.

રિલેટેડ ન્યૂઝ