દિનેશ કાર્તિકે ધોનીનો રેકોર્ડ તોડ્યો, T20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય

રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઈનિંગની મદદથી દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

તોડ્યો ધોનીનો આ રેકોર્ડ

દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 27 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 ગગનચુંબી સિક્સર ફટકારી છે. તેમણે મેદાનના દરેક બાજુ સ્ટ્રોક ફટકાર્યા. દિનેશ કાર્તિકે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠા અથવા તેનાથી પણ નીચલા ક્રમે બેટિંગ કરતા સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય બની ગયા છે. તેમના પહેલા આ રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામ પર હતો. એમએસ ધોનીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વર્ષ 2018માં નંબર 6 પર બેટિંગ કરતા 52 રન બનાવ્યા હતા.

લગાવી કરિયરની પહેલી અડધી સેન્ચુરી

દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયા માટે પોતાની પહેલી ટી20 મેચ વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. આ મેચમાં કાર્તિકે 31 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને મેન ઓફ ધ મેચ બન્યા હતા. વર્ષ 2018માં દિનેશ કાર્તિકે નિદહાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારે દિનેશ કાર્તિકને બીજો મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. જ્યારે સાઉથ આફિકા વિરુદ્ધ દિનેશ કાર્તિકે પોતાના કરિયરની પહેલી અડધી સદી ફટકારી છે.

શાનદાર ફોર્મમાં છે કાર્તિક

દિનેશ કાર્તિક હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમણે આઈપીએલમાં આરસીબીની ટીમને ઘણી મેચ જીતાડી. કાર્તિકના સારા ફોર્મને જોતા તેમને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ