ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, વિરાટ કોહલી થયા કોરોનાગ્રસ્ત

ભારતે 1 થી 5 જુલાઈ દરમિયાન બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. ટીમ તેની તૈયારી માટે 16 જૂને જ ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ, ભારતની આ તૈયારીઓને ઝટકો લાગી શકે છે.

વિરાટ કોહલી કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર

ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી આવી રહેલા રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી 16 જૂને લંડન પહોંચ્યા બાદ કરવામાં આવેલા કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા હતા. ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થતા પહેલા તેઓ માલદીવમાં એક અઠવાડિયાની રજા મનાવી રહ્યા હતા, જ્યાંથી તેઓ કોવિડથી સંક્રમિત થયા હોવાનું કહેવાય રહ્યું છે.

કોવિડ સંક્રમણની ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર અસર

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ લીસ્ટકશાયરની સામે 24 જૂનથી યોજાનારી પ્રેક્ટિસ મેચમાં પૂરી તાકાતથી ટીમને મેદાનમાં ઉતારવા માંગતા હતા, પરંતુ મેડિકલ સ્ટાફે ટીમ મેનેજમેન્ટને તેનાથી બચવાની સલાહ આપી છે. તેમણે કોવિડથી રિકવર થઈ રહેલા ખેલાડીઓ પર શરુઆતમાં જ વધારે દબાણ લાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે લીસ્ટરશાયર દરમિયાન ભારતીય ટીમની આક્રમકતા થોડી નબળી જોવા મળી શકે છે.

આર. અશ્વિન પણ કોવિડ પોઝિટિવ
ટીમ ઈન્ડિયાના સિનિયર ઓફ સ્પિનર ​​આર અશ્વિન કોવિડ પોઝિટિવ હોવાના કારણે ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ શક્યા નથી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, તેઓ પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે નહીં પરંતુ તે 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચમાં રમશે તેવી આશા રાખી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ