મોદી 28 જૂને યુએઇ જશે જર્મનીમાં G7 બેઠકમાં ભાગ પણ લેશે

નવીદિૃલ્હી તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ૨૮ જૂને સંયુક્ત આરબ અમીરાત (યુએએ)ની મુલાકાત લેશે. વિદૃેશ મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયના નિવેદૃન અનુસાર, વડાપ્રધાન મોદૃી જર્મનીમાં જી૭ સમિટમાં ભાગ લીધા બાદૃ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે અને યુએઇના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદૃ અલ નાહયાન ( શેખ ખલીફા બિન ઝાયેદૃ અલ નાહયાન) વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપશે. વડા પ્રધાન શેખ મોહમ્મદૃ બિન ઝાયેદૃ અલ નાહયાનને યુએઈના નવા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે ચૂંટવા બદૃલ અભિનંદૃન પણ પાઠવશે, એમ મંત્રાલયના નિવેદૃનમાં જણાવાયું છે. મોદૃી ૨૮ જૂનની રાત્રે યુએઈથી પરત ફરશે. જી૭ શિખર બેઠકમાં ભાગ લેવા માટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર વડાપ્રધાન મોદૃી ૨૬-૨૭ જૂનના રોજ સ્કોલ્સ અલ્માઉની મુલાકાત લેશે. વિદૃેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી. જી૭ સમિટનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઈ રહૃાું છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દૃક્ષિણ આફ્રિકા જેવા દૃેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નિવેદૃનમાં કહેવામાં આવ્યું છે કે જર્મનીની મુલાકાત દૃરમિયાન વડાપ્રધાન મોદૃી બે સત્રોને સંબોધિત કરે તેવી શક્યતા છે. પર્યાવરણ, ઊર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, િંલગ સમાનતા અને લોકશાહી જેવા વિષયોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે આ સમિટની સાથે સાથે, વડા પ્રધાન સમિટમાં ભાગ લેનારા કેટલાક દૃેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

રિલેટેડ ન્યૂઝ