સેન્સેક્સ 573 અંક વધ્યો, નિફ્ટી 15600ની નજીક

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ 

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,974.65 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,500 ની નજીક છે. જ્યારે સેન્સેક્સ 231 અંક વધ્યો અને નિફ્ટી 71 અંકો વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.24 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 573.30 અંક એટલે કે 0.45 ટકાના વધારાની સાથે 52,395.83ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 178 અંક એટલે કે 1.15 ટકા ઉછળીને 15,591.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં 0.02-0.63% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.05 ટકા વધારાની સાથે 32,861.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો, ભારતી એરટેલ, વિપ્રો, મારૂતિ સુઝુકી, એશિયન પેંટ્સ અને આઈશર મોટર્સ 0.88-3.04 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અપોલો હોસ્પિટલ, શ્રી સિમેન્ટ, ટાઈટન, ઓએનજીસી, રિલાયન્સ, પાવર ગ્રિડ અને સિપ્લા 0.22-1.17 ટકા સુધી ઘટ્યા છે.

રિલેટેડ ન્યૂઝ