SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર! ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં થયો મોટો ફેરફાર

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકે પોતાના ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આ હેઠળ જો તમે 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ જાળવી રાખો છો, તો તમારે ATM ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલું જ નહીં જો તમે અન્ય કોઈ બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, તો તમને ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે.

બેંકે આપી જાણકારી

હવે નવા નિયમ હેઠળ ATMમાંથી પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ ચોક્કસ મર્યાદા બાદ અલગથી ફી ચૂકવવી પડશે. હવે તમારે SBI અને નોન SBI ATMના આધારે 5 થી 20 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. જો તમે SBI એટીએમમાંથી નિર્ધારિત મર્યાદાથી વધુ ઉપાડ કરો છો, તો તમારે 10 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે અને જો તમે નોન-એસબીઆઈ એટીએમમાંથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઉપાડ કરો છો, તો તમારે વણી કરો છો, તો તમારે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

જાણો, નવા નિયમો
હવે નવા નિયમ એક હેઠળ SBIના બેંક ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે તમારે 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને અન્ય બેંકોના ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે તમારે 8 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ જો તમે 1 લાખ રૂપિયાથી વધુનું બેલેન્સ જાળવી રાખો છો, તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

બીજી તરફ ઇન્ટરનેશનલ બેલેન્સ ટ્રાન્ઝેક્શન પર તમારે કુલ ટ્રાન્ઝેક્શન ચાર્જના 3.5 ટકા અને 100 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. એટલે કે નવા નિયમ હેઠળ SBI ગ્રાહકોને મોટો ફાયદો મળશે. હવે તમે કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના આરામથી બેંક એટીએમનો ઉપયોગ કરી શકશો, પરંતુ આ માટે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા રાખવા ફરજિયાત રહેશે.

રિલેટેડ ન્યૂઝ