એકનાથને ભાજપની મોટી ઓફર, મહારાષ્ટ્રથી લઈને મોદી કેબિનેટ સુધી અપાશે મોટા પદ: સૂત્ર

ભાજપની શિંદેને Dy CM તો 12 ધારાસભ્યોને કેબિનેટ મંત્રીની ઓફર

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે ત્રીજો દિવસ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું પડી ભાંગવું લગભગ નક્કી છે. ગુવાહાટીમાં એકનાથ શિંદેએ 49 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન કર્યું છે, જેમાં 42 શિવસેનાના છે અને અપક્ષના 7 ધારાસભ્ય છે. ઉદ્ધવની સરકાર પાડવા માટે શિદેને માત્ર 37 ધારાસભ્યની જરૂર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર બનાવવા માટે આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી છે, સાથે કેન્દ્રમાં પણ 2 મંત્રીપદ આપવાની ઓફર કરી છે.

આ સાથે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનું એકનાથ શિંદેને સતત સમર્થન વધી રહ્યું છે. એવામાં સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું કે, ‘ઉદ્ધવ ઠાકરે ખૂબ જલ્દી વર્ષા બંગલા પર પરત ફરશે. ગુવાહાટીના 21 ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે અને મુંબઈ આવે એટલે અમારા સમર્થનમાં આવી જશે.’ જો કે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાથે હાલમાં 13 જ ધારાસભ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ