અઘાડી સરકારમાંથી નીકળી જવા શિવસેના તૈયાર:રાઉત

ઉધ્ધવે બોલાવેલી બ્ોઠકમાં શિવસ્ોનાના માત્ર ૧૩ ધારાસભ્યો:ગઠબંધન સરકારનું પતન નિશ્ર્ચિત

મુંબઈ, તા.૨૩
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. શિવસેનાના સાંસદૃ સંજય રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહૃાું હતું કે, જો બળવાખોર ધારાસભ્ય ૨૪ કલાકમાં મુંબઈ પરત ફરશે તો, શિવસેના મહાવિકાસ અઘાડી સરકારમાંથી બહાર થવા તૈયાર છે. સંજય રાઉતના આ નિવેદૃનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. કેમ કે, મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સુપ્રીમો શરદૃ પવાર પણ સતત પ્રયાસો કરી રહૃાા છે. જો કે, સંજય રાઉતના અલગ થવાના નિવેદૃનથી કોંગ્રેસ અને એનસીપીમાં હડકંપ મચી જવા પામ્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં સંજય રાઉતે કહૃાું હતું કે, ધારાસભ્યોએ ગુવાહાટીથી વાતચીત ન કરવી જોઈએ. તેઓએ મુંબઈ પરત આવવું જોઈએ અને આ મુદ્દે ૨૪ કલાકમાં મુંબઈ આવીન્ો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી જોઈએ. જો આ તમામ ધારાસભ્યોની ઈચ્છા હશે તો, અમે એમવીએમાંથી બહાર થવા અંગે વિચારી શકીએ છીએ, પણ તે માટે તેઓએ અહીં આવવું પડશે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડશે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં મીડિયા સમક્ષ નીતિન દૃેશમુખ અને કૈલાશ પાટિલને રજૂ કર્યાં હતા. આ ઉપરાંત બળવાખોર ધારાસભ્યના લીડર એકનાથ િંશદૃે પર હુમલો કરતાં સંજય રાઉતે કહૃાું હતું કે, આ લોકોમાં મુંબઈ આવવાની િંહમત નથી. આ ઉપરાંત સંજય રાઉતે કહૃાું હતું કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર મજબૂત છે, અને જ્યારે લોર ટેસ્ટ થશે ત્યારે સૌ કોઈને ખબર પડી જશે. સંજય રાઉતે કહૃાું કે, ઈડીના દૃબાણ હેઠળ જે લોકોએ પાર્ટી છોડી દૃીધી છે, તે બાલાસાહેબ ઠાકરેના સાચા ભક્ત નથી. જ્યારે િંશદૃે પર પ્રહાર કરતાં સંજય રાઉતે કહૃાું કે, હું બાલાસાહેબ ઠાકરેને સપોર્ટ કરું છું, અને આ પ્રકારના નિવેદૃન તમને બાલાસાહેબ ઠાકરેના સાચા ફોલોઅર બનાવતાં નથી, તેઓને ઈડીનો ડર છે.સંજય રાઉતે વધુમાં કહૃાું કે, હું કોઈ કેમ્પ વિશે વાત નહીં કરું. હું મારી પાર્ટી અંગે વાત કરીશ. આજના દિૃવસે પણ અમારી પાર્ટી મજબૂત છે. ૨૦ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ જ્યારે મુંબઈ પરત ફરશે, ત્યારે તમને જાણ થશે. અમે ખુલાસો કરીશું કે, કયા સંજોગોમાં અને દૃબાળ હેઠળ આ ધારાસભ્યો છોડીને જતા રહૃાા છે. આજે ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર ૧૩ ધારાસભ્યોએ હાજરી આપી હતી, જેનાથી ચિત્ર સાફ થઈ ગયું છે કે અઘાડી સરકારનું પતન લગભગ નિશ્ર્ચિત છે. મહારાષ્ટ્રમાં બદૃલાયેલા રાજકીય સંકટ વચ્ચે મળી રહેલા અહેવાલો મુજબ એકનાથ િંશદૃે પાસે હાલમાં કુલ ૪૫ ધારાસભ્યનું સમર્થન છે, જેમાં સાત અપક્ષ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે, મહારાષ્ટ્રમાં આગામી તા ૩ જુલાઈના રોજ નવી સરકાર બની શકે તેવું જાણકારોનું કહેવું છે. મહારાષ્ટ્રમાં દૃેવેન્દ્ર ફડનવીસ અથવા ભાજપના કોઈ અન્ય નવા મુખ્યમંત્રી બની શકે અને એકનાથ િંશદૃે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી વાતો ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ