ગોધરાકાંડ : સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું – અમિત શાહ

જાકિયા ઝાફરી રીટ મામલે મોદીને ક્લિનચીટના પગલે અમિત શાહ ખુલીને બહાર આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીમાં આપેલા ઇન્ટરવ્યૂમાં 2002ના રમખાણ સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. અમિત શાહે કહ્યું કે -દેશનો આટલા મોટા નેતા એક શબ્દ બોલ્યા વગર બધા દુખોને ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને, સહન કરીને લડતા રહ્યા અને આજે જ્યારે સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે તો આનંદ જ થશે.

અમિત શાહે કહ્યું કે – મેં મોદી જી ને નજીકથી આ દર્દને સહન કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તો બધુ સત્ય હોવા છતા અમે કશું બોલીશું નહીં. ઘણા મજબૂત મનના વ્યક્તિ જ આવું સ્ટેન્ડ લે છે. સુપ્રીમ કોર્ટે બધા આરોપ ફગાવી દીધા અને આ આરોપ કેમ લગાવવામાં આવ્યા તે વિષયમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એક પ્રકારથી આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે, સુપ્રીમ કોર્ટના નિર્ણયે આ પણ સિદ્ધ કરી દીધું છે.

2002ના રમખાણ પર અમિત શાહે કહ્યું કે કેટલાક લોકોએ બદનામ કરવા માટે આરોપો લગાવ્યા હતા

શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સિદ્ધ કરી દીધું છે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવાયેલા તમામ આરોપ રાજકીય રીતે પ્રેરિત હતા. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નરેન્દ્ર મોદીજીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. અમે કાયદાકીય પ્રક્રિયામાં સતત સહયોગ કર્યો. જે લોકોએ પણ મોદીજી ઉપર આરોપ લગાવ્યા હતા, તેઓએ ભાજપ અને મોદીજીની માપી માગવી જોઈએ. 40 મિનીટના ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે પીએમ મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણો મામલે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતી SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવી હતી.

આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી.

રિલેટેડ ન્યૂઝ