ઠાકરે સરકાર દ્વારા ‘પીડિત’ નવનીત રાણાએ મજા લીધી – ઝુકેગા નહીં…

હનુમાન ચાલીસા પઠન મામલે જેલવાસ ભોગવનાર સાંસદ ખુશખુશાલ..!

મહારાષ્ટ્રના રાજકારણમાં એક તરફ સરકાર બચાવવાની રાજકીય કવાયત ચાલી રહી છે, તો બીજી તરફ ઠાકરે સરકાર દ્વારા ‘પીડિત’ આગેવાનો અંદરખાનેથી ખુશ થઇને સોશિયલ મીડિયામાં મજા લઇ રહ્યા છે. જેમાં મહિલા સાંસદ નવનીત રાણાએ ફિલ્મ પુષ્પાવાળો પોઝ આપીને સીએમ ઠાકરેની એવી મજા લીધી છે કે, ઝુકેગા નહીં…તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. નોંધનિય છે કે, શિવસેનાના કાર્યલય માતોશ્રી સામે બેસીને હનુમાન ચાલીસા વાંચવાની જીદ કરનાર આ મહિલા સાંસદને ઘણા દિવસ લોકઅપમાં રહેવું પડ્યું હતું.

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે નવનીત રાણાનો પુષ્પાવાળો પોઝ ચર્ચામાં છે. અમરાવતીની સાંસદ નવનીત રાણા સતત લાઇમલાઇટમાં છે. તે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આર-પારની લડાઈ લડી ચૂકી છે.

ઉદ્ધવના ઘરની સામે હનુમાન ચાલીસા કરવાની જાહેરાત કરવાની સાથે તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડયો હતો. તેમણે પતિ રવિ રાણા સાથે જેલ જવું પડયું હતું. આ બધુ હજી થોડા સમય પહેલા જ થયું છે. પણ આટલા સમયમાં જ મહારાષ્ટ્રની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશી ગમે ત્યારે જઈ શકે છે.

શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેએ તેમનો હાલ બેહાલ કરી દીધો છે. ઉદ્ધવ બાલ ઠાકરેએ બનાવેલી શિવસેના પર અંકુશ ગુમાવી ચૂક્યા છે. ઉદ્ધવ સરકાર પર છવાયેલા સંકટથી નવનીત રાણા એકદમ ઉત્સાહિત છે. દિલ્હીમાં તેમનો ફિલ્મ પુષ્પાનો મેં ઝુકેગા નહી વાલો પોઝ ઘણુ બધુ કહી જાય છે.

શુક્રવારે નવનીત રાણા દિલ્હીમાં હતા. રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુએ ઉમેદવારીપત્રક દાખલ કર્યુ. આ પ્રસંગે અપક્ષ નવનીત રાણા પણ હાજર રહી હતી. સંસદ પહોંચ્યા ત્યારે તેમણે પત્રકારોને એક ખાસ પોઝમાં તસ્વીર આપી. આ ફિલ્મ પુષ્પા મેં ઝુકેગા નહીવાળો પોઝ હતો. તેને મહારાષ્ટ્રના વર્તમાન સંકટ સાથે જોડીને જોવામાં આવ્યો.

રિલેટેડ ન્યૂઝ