દિૃલ્હી અને મુંબઈનો વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં થયો સમાવેશ

નવીદિૃલ્હી,તા.૨૬
વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોનો ઇન્ડેક્સ રિપોર્ટ થઇ ગયો છે. ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તેનો ગ્લોબલ લીવેબિલીટી ઇન્ડેક્સ જાહેર કરી દૃીધો છે. આ સર્વેઆ વિશ્ર્વના ૧૭૩ થી વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત માટે ખાસ વાત એ છે કે વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક સ્થળોમાં ભારતના બે દૃેશો દિૃલ્હી અને મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના ગ્લોબલ લીવેબિલીટી ઇન્ડેક્સ ૨૦૨૨માં ભારતના બે શહેરો દિૃલ્હી અને મુંબઇનો સામેવશ કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં દિૃલ્હીને ૧૧૨મું સ્થાન મળ્યું છે, જયારે મુંબઈ ૧૧૭માં સ્થાને રહૃાું છે.
વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રીયાનું વિયેના શહેર છે. વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોમાં ટોપ ૧૦ દૃેશોની યાદૃી ઓસ્ટ્રેલિયાના ૩, કેનેડાના ૩, ડેનમાર્ક, સ્વીત્ઝર્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ અને જાપાનના ૧-૧ શહેરોનો સમાવેશ થયો છે. આ ૧૦ શહેરોની યાદૃી આ પ્રમાણે છે : ૧)વિયેના, ઓસ્ટ્રેલિયા,૨) કોપનહેગ, ડેનમાર્ક,૩)જ્યૂરિખ, સ્વીત્ઝર્લેન્ડ,૪)કેલગરી, કેનેડા,૫)વેંકઓવર, કેનેડા,૬)જીનીવા, ઓસ્ટ્રેલિયા,૭) ફ્રેક્ધફૂર્ટ, જર્મની,૮) ટોરન્ટો, કેનેડા,૯) એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ,૧૦) મેલબોર્ન ઓસ્ટ્રેલિયા અને ઓસાકા, જાપાન.
વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોની યાદૃીમાં પાકિસ્તાન અને બાંગ્લાદૃેશની વૈશ્ર્વિક ’બેઇજ્જતી’ થઇ છે.
આ યાદૃીમાં પાકિસ્તાનનું કરાચી શહેર અને બાંગલાદૃેશનું ઢાંકા શહેર વિશ્ર્વના શ્રેષ્ઠ રહેવા લાયક સ્થળોમાં સૌથી નીચે છે, એટલે કે આ બે શહેરો રહેવા લાયક નથી. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુક્રેનની રાજધાની કિવ આ યાદૃીમાં સ્થાન મેળવી શક્યું નથી. જ્યારે, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવા રશિયન શહેરોની રેક્ધિંગ પણ સેન્સરશિપ અને દૃેશ પર પશ્ર્ચિમી પ્રતિબંધોને કારણે નીચે આવી છે.

રિલેટેડ ન્યૂઝ