કોમનવેલ્થ સિલ્વર મેડલિસ્ટનું મૂસેવાલા સ્ટાઈલમાં સેલિબ્રેશન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઈટલિફ્ટરોનો દબદબો યથાવત છે. વેઈટલિફ્ટિંગમાં, વિકાસ ઠાકુરે મેન્સની 96 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેટલો ભવ્ય વિજય, તેટલી જ યાદગાર ઉજવણી કરી. ખરેખમાં, મંગળવારે સાંજે શાનદાર પ્રદર્શન પછી, વિકાસે ગાયક સિદ્ધુ મુસેવાલાની શૈલીમાં ઉજવણી કરી હતી. સિદ્ધુની હત્યા બાદ વિકાસ ખૂબ રડ્યો હતો. તેથી તેણે સિંગરને શ્રદ્ધાંજલિ આપી અને તેની જાંઘ પર થપ્પો માર્યો હતો.

જીત પહેલા અને મેચ દરમિયાન પણ તેના ગીતો સાંભળતો હતો. મેચ દરમિયાન પણ તે મૂસેવાલાના ગીતો વિશે વિચારતો હતો. વિકાસે તેની લિફ્ટ બાદ મુસેવાલાની સ્ટાઈલમાં જાંઘ થપથપાવી હતી. તેણે કહ્યું, ‘પંજાબી થપ્પી સિદ્ધુ મુસેવાલાને શ્રદ્ધાંજલિ હતી. તેની હત્યા બાદ બે દિવસ સુધી મેં ખાધું ન હતું. હું તેમને ક્યારેય મળ્યો નથી, પરંતુ તેના ગીતો હંમેશા મારી સાથે રહેશે. હું હંમેશા તેનો મોટો ચાહક રહીશ.

રિલેટેડ ન્યૂઝ