ભોપાલમાં નેશનલ હેરાલ્ડની ઓફીસ સીલ થશે

મધ્યપ્રદેશના મંત્રીનો દાવો: બિલ્ડીંગનો કોમર્શિયલ ઉપયોગ કરાયો

ખડગેની 7 કલાક પૂછપરછ રાજય સભામાં ધમાલ થઈ
“એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) એ ગુરુવારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ યંગ ઈન્ડિયાની ઓફિસમાં જ તેની પૂછપરછ કરી હતી. બપોરે 1.30 વાગ્યાની આસપાસ પૂછપરછ શરૂ થઈ હતી. આ દરમિયાન ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. ખડગે 7 કલાક પછી લગભગ 8:30 વાગ્યે યંગ ઈન્ડિયાની ઓફિસમાંથી બહાર આવ્યા. ઊઉના સમન્સ પર રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ ગુરુવારે જ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે શું સંસદની કાર્યવાહી દરમિયાન બોલાવવામાં આવે તે યોગ્ય છે? તેના પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપ્યો કે જો કોઈ ખોટું કરશે તો એજન્સીઓ કાર્યવાહી કરશે. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ભોપાલ,તા.4
નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. જે કેસ પહેલા માત્ર ગાંધી પરિવાર સુધી સીમિત હતો હવે તેના ઘણા નવા પાસા સામે આવી રહ્યા છે. બુધવારે ઈડીએ મોટી કાર્યવાહી કરતા નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગની અંદર હાજર યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી હતી. હવે ભોપાલમાં પણ નેશનલ હેરાલ્ડની વધુ એક ઓફિસ પર કાર્યવાહી થઈ શકે છે. શિવરાજ સરકારમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહે આ મોટો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે કહ્યુ કે ભોપાલ સ્થિત નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટીને સીલ કરવામાં આવશે. કોર્ટમાં કેસ હોવાના કારણે કાર્યવાહી થઈ શકી નહોતી. મંત્રીએ દાવો કર્યો કે નેશનલ હેરાલ્ડની ઓફિસમાં વિશાલ મેગા માર્ટ સહિત કેટલાય કોમર્શિયલ ઓફિસ કામ કરી રહ્યા છે. એવામાં નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગનો જેણે પણ કોમર્શિયલ ઉપયોગ કર્યો છે. તેની તપાસ કરવામાં આવશે અને બાદમાં પ્રોપર્ટીને સીલ પણ કરવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર સિંહે એ પણ જાણકારી આપી છે કે ઈંઅજ સ્તરના કોઈ અધિકારી જ આ સમગ્ર કેસની એક મહિનાની અંદર તપાસ કરશે અને તેમને તેનો વિસ્તૃત રિપોર્ટ આપશે. મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસના નેતા હોય કે પછી ઇઉઅના કર્મચારી/અધિકારી, સૌના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હેરાલ્ડની ભોપાલવાળી ઓફિસનો 1981માં 1.14 એકર આકારનો પ્લોટ સરકારે સબસિડી દર પર આપ્યો હતો. આ પ્લોટ 30 વર્ષના લીઝ પર આપવામાં આવ્યો હતો અને ભોપાલ ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર તે સમયે આ જમીનનુ મૂલ્ય લગભગ 1 લાખ રૂપિયા/એકર હતુ.

રિલેટેડ ન્યૂઝ