બોટમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

બિહારની રાજધાની પટનામાં શનિવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. અહીં ગંગા નદીમાં પાણીની વચ્ચે હોડીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થઈ ગયા છે. આ ભયંકર દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. હોડી પર કુલ 20 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

કહેવાય છે કે, હોડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી. આ દરમિયાન ખનન સાથે જોડાયેલ લોકો હોડી પર જ ખાવાનું બનાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક ગેસ લીક થતાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો. ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે.

રિલેટેડ ન્યૂઝ