બેંગ્લુરુ ચેમ્પિયન બની અને ગુજરાત ફાઈનલમાં પહોંચી, હવે થલાઈવાઝને જીતાડીશઃ પવન સહરાવત

પ્રો-કબડ્ડી લીગની નવમી સિઝનની હરાજીમાં તમિલ થલાઈવાઝે રેઈડર પવન સહરાવતને 2.26 કરોડ રૂપિયામાં ખરીદયો. આ સાથે તે લીગ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. 23 વર્ષીય પવનની પ્રો-કબડ્ડી લીગમાં ત્રીજી ટીમ છે. આ અગાઉ બેંગ્લુરુુ બુલ્સ અને ગુજરાત જાયન્ટ્સ માટે રમ્યો છે.

પવન સહરાવતે કહ્યું કે,‘આ સમયે ગર્વ અનુભવું છું. નવું કરવાની ઈચ્છા વધે છે. કોઈ ખેલાડી રેકોર્ડ બનાવવા નથી રમતો પણ શ્રેષ્ઠનો પ્રયાસ કરે છે. એક ટીમ ચેમ્પિયન બની અને બીજી ટીમ ફાઈનલ સુધી પહોંચી. હવે થલાઈવાઝને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરીશ.’ ફિટનેસ અંગે તેણે કહ્યું કે,‘હું યુવાઓને ફિટનેસ પર ધ્યાન આપવા કહું છું. જો તેઓ ફિટ રહે તો ભારત સાથે પ્રો-કબડ્ડીમાં કોઈ પણ ટીમ તરફથી રમી શકશે. ફિટનેસ રહેશે તો પર્ફોર્મન્સ પણ દેખાશે.’ પવને 2014માં બેંગ્લુરુ માટે ડેબ્યૂ કર્યું.

2016 સુધી ટીમમાં રહ્યા બાદ 2017માં ગુજરાત સાથે જોડાયો. અહીં ટીમ ફાઈનલમાં પહોંચી. 2018માં તે ફરી બેંગલુરુ સાથે જોડાયો અને ટીમને ચેમ્પિયન બનાવી. તે પછી 2 વાર સેમિફાઈનલમાં પહોંચાડી. રાઈડર તરીકે લીગનો ત્રીજો શ્રેષ્ઠ ખેલાડી છે.

રિલેટેડ ન્યૂઝ