બિહારમાં મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેના પછી તરત જ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતાની સાથે જ તેજસ્વીએ નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

પુત્ર તેજસ્વીના શપથ સમારોહમાં સામેલ થવા માટે રાબડી દેવી પણ રાજભવન પહોંચ્યા હતા. જોકે, તેજસ્વીના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. જો કે, શપથદ્વારા પહેલા નીતીશે લાલુ સાથે ફોન પર વાત કરી અને રાજકીય સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

સીએમ પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે નડ્ડા પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને લાગતું હતું કે વિપક્ષ ખતમ થઈ જશે. પણ હવે અમે વિપક્ષમાં પણ છીએ. આટલું જ નહીં નીતીશ કુમારે મોદીનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતુ. નીતીશ કુમારે કહ્યું કે 2014માં આવનારા 2024માં રહેશે, તો ને? તેમણે વધુમાં કહ્યું હતુ કે અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024માં નહીં રહે.

આ દરમિયાન આરજેડીએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોર ટેસ્ટના સમયે નવા સ્પીકર માટે પણ ચૂંટણી યોજાશે. મહાગઠબંધન તરફથી સ્પીકરની ખુરશી આરજેડીને મળી શકે છે. જો કે કોંગ્રેસે પણ સ્પીકરની ખુરશી પર દાવો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ