ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ આર્યન ખાનનું સો.મીડિયામાં કમબેક

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ગયા વર્ષે ડ્રગ્સ કેસને કારણે ચર્ચામાં હતો. આ કેસમાં આર્યન ખાનને છોડી મૂકવામાં આવ્યો છે. જોકે, ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ આર્યન ખાન સો.મીડિયાથી દૂર રહેતો હતો. હવે આર્યન ખાને સો.મીડિયામાં કમબેક કર્યું છે. આર્યન ખાને ભાઈ તથા બહેન સાથેની તસવીર શૅર કરી હતી.

શાહરુખ ખાને કમેન્ટ કરી
આર્યન ખાન નાના ભાઈ અબરામ તથા બહેન સુહાના સાથે જોવા મળે છે. ડેડી શાહરુખ ખાને આ તસવીર પર કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘મારી પાસે આ તસવીર કેમ નથી? મને અત્યારે જ આપ.’ આર્યન ખાને રિપ્લાય આપતાં કહ્યું હતું, ‘હું તમને હવે જ્યારે બીજીવાર તસવીર પોસ્ટ કરીશ ત્યારે મોકલાવીશ અને આ થોડાં વર્ષો પછી જ થશે.’ સુહાના ખાને કહ્યું હતું કે બીજી તસવીરમાં તેને ક્રોપ કરી તે માટે આભાર.

શાહરુખ ખાન પણ પબ્લિકમાં આવવું ટાળતો હતો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાતા શાહરુખ ખાન પણ લાંબા સમય સુધી પબ્લિકમાં જોવા મળતો નહોતો. શાહરુખ ખાન એરપોર્ટ પર આવ-જા કરે ત્યારે છત્રી અને માસ્કમાં ચહેરો છુપાવતો હતો.

આર્યન ખાને વેબ સિરીઝમાં કામ શરૂ કર્યું છે. આ શોનું શૂટિંગ આવતા વર્ષે થશે. આર્યન ખાન આ સિરીઝને ડિરેક્ટ કરશે. સુહાના ખાન ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

રિલેટેડ ન્યૂઝ