શ્રીલંકાનો રોમાંચક વિજય: રાજકોટનો મેચ નિર્ણાયક બનશે

અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે શાનદાર રમત રમી પરંતુ ટીમની હાર

પુણે તા.5
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાની રોમાંચક મેચમાં 16 રને જીત થઈ હતી. શ્રીલંકાએ આપેલા 207 રનના ટાર્ગેટની સામે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 190 રન જ કરી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 31 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન કર્યા હતા. છેલ્લે શિવમ માવીએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા.
ટોસ જીતીને ભારતે બોલિંગ પસંદ કરી હતી. દાવમાં ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 206 રન બનાવ્યા હતા. જેમાં દાસુન શનાકાએ 22 દડામાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 56, કુસલ મેન્ડિસે 31 દડામાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 52, ચારિથ અસલાંકાએ 19 દડામાં 4 છગ્ગા સાથે 37, પથુમ નિસાંકાએ 35 દડામાં 4 ચોગ્ગા સાથે 33 રન બનાવ્યા હતા.
207 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 190 રન બનાવ્યા હતા.
જેમાં અક્ષર પટેલે 31 દડામાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 65, સૂર્યકુમાર યાદવે 36 દડામાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 51, શિવમ માવીએ 15 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 26 રન બનાવ્યા હતા. આ સિવાઈ ભારતનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને શ્રીલંકાનો 16 રને વિજય થયો હતો.

રિલેટેડ ન્યૂઝ