જોશીમઠમાં ભૂસ્ખલન બાદૃ નવું શહેર વસાવવા તૈયારી શરુ

જોશીમઠના પીડિતો એક સાથે માગી રહૃાા છે વળતર

દૃહેરાદૃૂન, તા.૨૨

દૃેવભૂમિ ઉત્તરાખંડમાં જોશીમઠ જમીનમાં લગાતાર અંદૃર ઉતરી રહૃાું હોવાના ખતરા વચ્ચે છેલ્લા બ્ો-ત્રણ દિૃવસથી રાજ્યના અન્ોક વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે તિરાડો પડેલી જોખમી બિલ્ડીંગો તોડવાની કામગીરીમાં અવરોધ સર્જાયો છે. રાજ્યના ચમોલી જિલ્લામાં ભારે બરફવર્ષા થતા ઓલી સ્કી રિસોર્ટ ખાત્ો સહેલાણીઓ સ્કી બોર્ડ પર બરફ પર લસરવાની મોજ માણી રહેલા શ્યમાન થાય છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન બેસી જવાના કારણે લોકો બેઘર થઈ રહૃાા છે અને શહેરને નવેસરથી વસાવવા માટે ચમોલી તંત્ર અને સરકાર દ્વારા જમીનોનું નિરીક્ષણ થઈ રહૃાું છે. જિલ્લાધિકારી ચોમોલીના હિમાંશુ ખુરાનાએ તંત્રની ટીમની સાથે ગ્રામ પંચાયત ઢાક નક્કી કર્યુ છે. અહીં જમીનનું નિરીક્ષણ કરવામાં આવી રહૃાું છે. જિલ્લાધિકારી હિમાંશુ ખુરાનાનું કહેવું છે કે, જોશીમઠની સુરક્ષા, પુર્નવસન, વિસ્થાનને લઈને કમિટીની સાથે બેઠક થઈ હતી. કમિટીએ કેટલાંક સૂચનો આપ્યા છે. જે હેઠળ દૃસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવી રહૃાા છે. સાથે જ પ્રભા્વિતો, જનપ્રતિનિધિઓ પાસેથી તેમની સલાહો પણ મંગાવવામાં આવી રહી છે. તેઓએ તંત્રની ટીમને આદૃેશ કર્યો છે કે ઢાક ગામમાં ઉપલબ્ધ જમીનનો કંટૂર મેપ જલ્દૃી ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી કરીને કામ ઝડપથી આગળ વધી શકે અને સહયોગ મળી શકે. અસરગ્રસ્ત લોકોની સલાહો લઈને સીબીઆરઆઈથી વિસ્થાપન માટે વિસ્તૃત પ્લાન પણ જલ્દૃી તૈયાર કરવામાં આવશે.
જોશીમઠનું પુર્નવસન હાલના સમયમાં સરકાર માટે મોટો પડકાર બની ગયો છે. જો કે, સરકાર અને સ્થાનિક તંત્ર હાલ જમીનોના નિરીક્ષણમાં વ્યસ્ત છે. એના માટે સરકાર હજુ સુધી દૃસ્તાવેજો પણ તૈયાર કરી શકી નથી. સાથે જ વળતર માટે અસરગ્રસ્તોનો પણ એક મત નથી. કેટલાંક અસરગ્રસ્તો વન ટાઈમ સેટલમેન્ટ માગી રહૃાા છે. તેઓ ઈચ્છે છે કે બદ્રીનાથની જેમ તેમને વળતર આપવામાં આવે. તો કેટલાંક લોકો તો અહીંથી જવા પણ માગતા નથી. અસરગ્રસ્તોનું કહેવું છે કે, છેલ્લાં શ્ર્વાસ સુધી જોશીમઠ નહીં છોડીએ. આ જમીન પર જન્મ્યા અને મોટા થયા છીએ તો પછી બીજે જઈને કેમ રહીએ. તેઓ ઈચ્છે ચે કે સરકાર જોશીમઠનું સ્થાયી ટ્રીટમેન્ટ કરે અને માસ્ટર પ્લાન હેઠળ અસરગ્રસ્તોને મકાન બનાવીને આપે. જમીન બેસી જવાના કારણે તે નુકસાન થઈ રહૃાું છે તેનું વળતર આપવામાં આવે છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે, બીજી જગ્યાએ વસવાટ કરવાથી તેમનો વર્ષોથી જામેલો વેપાર ધંધો પણ ચોપટ થઈ જશે. જોશીમઠમાં સેંકડો લોકો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહૃાા છે. ખાસ કરીને યાત્રા દૃરમિયાન તીર્થાટન અને પર્યટનથી તેમને સારી એવી આવક થાય છે. જો અહીથી બીજે ક્યાંક રહેવા માટે ગયા તો ભવિષ્યમાં રોજગારીનું સંકટ ઉભુ થશે. જોશીમઠમાં જમીન બેસી જવાથી અત્યાર સુધીાં ૮૪૯ મકાનો અને ૨૬૯ પરિવારોને અસર પહોંચી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૮૧ ભવન અસુરક્ષિત ચિન્હિત કરવામાં આવ્યા છે. તો આ આંકડો હજુ પણ વધે એવી શંકા છે. આવામાં સરકારને વળતર ચૂકવવા માટે અબજો રુપિયાની જરુર પડી શકે છે. સાથે જ વિસ્થાપન માટે મોટા બજેટની જરુર સરકારને પડી શકે છે. આ સિવાય આ તમામ કાર્યોમાં લાંબો સમય લાગશે.

રિલેટેડ ન્યૂઝ