માના ચાઈના બોર્ડર પાસે ભારતનું અંતિમ ગામ છે જ્યારે બદ્રીનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૃર્શન માટે જાય છે
દૃહેરાદૃૂન, તા.૨૫
જોશીમઠમાં જમીન ધસી પડવાની ઘટનાનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ૨૦મી જાન્યુઆરીના રોજ જે હિમવર્ષા થઈ અને વરસાદૃ પડ્યો તેના કારણે નેશનલ હાઈવે નબર ૫૮ પર પણ તિરાડો પડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ૫૮ એકમાત્ર રસ્તો છે જ્યાંથી બદ્રીનાથ અને માના જઈ શકાય છે. નોંધનીય છે કે માના ચાઈના બોર્ડર પાસે ભારતનું અંતિમ ગામ છે જ્યારે બદ્રીનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૃર્શન માટે જાય છે.
એક વરિષ્ઠ વૈજ્ઞાનિક જણાવે છે કે, આ જે ઘટના બની છે તેને અમે જીૈઙ્ઘી ટ્ઠહઙ્ઘ જીેહ્વજૈઙ્ઘીહષ્ઠી તરીકે ઓળખીએ છીએ. આનો અર્થ છે કે રોડની નીચેની જમીન સ્થિર નથી જેના કારણે રોડની ઉપર તિરાડ પડી જાય છે. અત્યાર સુધી જોશીમઠમાં જે સ્થિતિ અમે જોઈ છે, અહીં પણ તે જ પેટર્ન જણાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિૃવસોમાં વરસાદૃ પડશે અને ભારે હિમવર્ષા પણ થઈ શકે છે. જો આ આગાહી સાચી પડશે તો સ્થિતિ વણસી શકે છે. હવામાન વિભાગના ડાઈરેક્ટર બિક્રમ િંસહ જણાવે છે કે, ચમોલી, ઉત્તરકાશી અને પિઠોરાગઢ તેમજ દૃહેરાદૃૂનમાં ઉંચાણ વાળા સ્થળો, અહીં ભારે હિમવર્ષા જોવા મળી શકે છે. મંગળવાર રાત પછી અહીં વાતાવરણ પલટાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાઈવે પર જે આ તિરાડો પડી છે તેના કારણે રાજ્યનું તંત્ર તેમજ જોશીમઠ અને તેની આસપાસ રહેતા લોકો િંચતામાં મૂકાઈ ગયા છે, કારણકે ચમોલી જિલ્લાના અન્ય સ્થળોએ જવા માટે આ હાઈવે જ એકમાત્ર રસ્તો છે. ઉલ્લેખનીય છે કે, ખાણીપીણી તેમજ અન્ય વસ્તુઓનો સપ્લાય પણ આ જ માર્ગથી થાય છે. જોશીમઠના મનોહર બાગમાં રહેતા ડી.એસ. રાવત જણાવે છે કે, નેશનલ હાઈવે ૫૮ ચમોલીથી માના સુધી એકમાત્ર લાઈફલાઈન છે. માના, બદ્રીનાથ, હેમકુંડ, વેલી ઓફ લાવર્સ, પાખી, હેલાંગ, પંડુકેશ્ર્વર અને જોશીમઠ માટે પ્રવેશ કરવાનો અને બહાર નીકળવાનો તે એકમાત્ર રસ્તો છે. રસ્તા પર વિવિધ જગ્યાએ તિરાડ પડી ગઈ છે. આ હાઈવેનું કામ પ્રાથમિક ધોરણે કરવું જોઈએ કારણકે જોશીમઠ સહિત અન્ય સરહદૃ પાસેના ગામોમાં તૈનાત આર્મીના જવાનો માટે પણ તે જરૂરી છે. અન્ય એક રહેવાસી બદ્રી પ્રસાદૃ નૈનવાલ જણાવે છે કે, નેશનલ હાઈવે પર પાછલા એક વર્ષમાં લગભગ ૨૫ લાખ વાહનો પસાર થયા હતા. પહાડી રસ્તાની ક્ષમતાની સરખામણીમાં આ આંકડો ઘણો મોટો છે. અને હવે જ્યારે બદ્રીનાથ યાત્રા શરુ થશે ત્યારે ફરી એકવાર મોટી સંખ્યામાં વાહનો આવશે.