ઓમીક્રોનનો નવો XBB-1.5 પેટા વેરીયન્ટ વધુ જોખમકારક

જાપાનના નિષ્ણાંતો દ્વારા તારણ : ફરી એક વખત વાયરસ ચિંતા જગાવી શકે

નવી દિલ્હી, તા. 17
ભારત સહિત વિશ્ર્વમાં ફરી એક વખત કોરોનાના પગરણથી ચિંતા સર્જાઇ છે અને ખાસ કરીને વર્તમાન સમયમાં જે કોરોના નજરે ચડી રહ્યો છે તે ઓમિક્રોનનો એકસબીબી 1.પ પેટા વેરીયન્ટ છે અને તે અત્યંત સંક્રમીત કરનારો હોવાનું જાપાનના નિષ્ણાંતોએ તારણ આપ્યું છે. ત્રણ વર્ષ બાદ કોરોનાનો ખોફ બને તેવી શકયતા છે. શોધ કરતા જણાવ્યા અનુસાર એકસબીબી 1.પના સ્પાઇટ પ્રોટીનમાં નવું મ્યુટેશન આવ્યું છે અને તેના કારણે તેની સંક્રમણ શકિત વધી છે. ટોકયો વિશ્ર્વ વિદ્યાલયના સિસ્ટમ વાયરોલોજીસ્ટ કેઇયાના જણાવ્યા મુજબ સ્પાઇટ પ્રોટીનમાં એમીનો એસીડ પ્રસ્થાપન અને વાયરસમાં વૃધ્ધિ જોવા મળી છે પશ્ર્ચિમી અને પૂર્વ ગોળાર્ધમાં મુખ્ય સમસ્યા છે. ગત વર્ષે એકસબીબી 1.પ વેરીયન્ટના અગાઉના કેસો જે રીતે સામાન્ય રહ્યા તે બાદ આ નવો પેટા વેરીયન્ટ આવવાથી તેની ચિંતા વધુ કરવાની જરૂર છે અને તમામ દેશોએ વાયરસના કેસોને ગંભીરતાથી લેવા જોઇએ. ભારતમાં એક જ દિવસમાં 7પ4 નવા કેસ નોંધાયા છે જે 4 માસ બાદના 700થી વધુ કેસની ઘટના બની છે. કોરોનાના દર્દીઓને હવે હોસ્પિટલમાં દાખલ થવાની જે પ્રથમ ઘટના બની તે પણ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગઇકાલે એક બેઠક બોલાવવામાં આવી હતી તેમાં સમીક્ષા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ