વીવીઆઈપી થઈને ફરતો અમદૃાવાદૃનો કિરણ પટેલ કાશ્મીરમાં ઝડપાયો

પીએમઓમાં અધિકારી હોવાનું જણાવી ઝેડપ્લસ સુરક્ષા મેળવી

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર) તા.૧૭
અમદૃાવાદૃના એક ઠગે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આંખમાં ધૂળ નાખીને પોતાને પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય)નો અધિકારી ગણાવીને ઝેડ પ્લસ સુરક્ષા, ફાઈવસ્ટાર હોટેલમાં ઉતારો, બુલેટપ્રુફ મહિન્દ્રા સ્કોરપીયો, એસયુવીમાં મુસાફરીને તેમજ કાશ્મીરનાં હેલ્થ રિસોર્ટનો મફતમાં લાભ લીધો હતો.જોકે બાદૃમાં ભાંડો ફુટી જતાં ગુજરાતી ઠગ કિરણભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.
ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડની એક ટીમ કાશ્મીર જવા રવાના થઈ હતી. ત્ોઓ આ ઠગની પ્ાૂછપરછ કરનાર છે.
જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રની સુવિધાનો લાભ લઈને અને સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવવામાં સફળ રહેનાર ગુજરાતના ઠગ કિરણભાઈ પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરનાં પોતાના બે પ્રવાસ દૃરમ્યાન પોતાની પીએમઓનાં ઓફીસર તરીકે ઓળખ આપીને અધિકારીઓ સાથે મીટીંગ પણ કરી હતી.
ખુદૃને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રણનીતિ અને અભિયાનની જવાબદૃારી સંભાળનાર એડીશ્ર્નલ ડાયરેકટર ઓળખાવનાર પટેલની લગભગ ૧૦ દિૃવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી પણ પોલીસે આ ધરપકડને ગોપનીય રાખી હતી ગુરૂવારે મેજીસ્ટ્રેટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં લઈ જવાયા બાદૃ આ મામલો બહાર આવ્યો હતો.
ઠગે કાશ્મીરમાં પહેલી યાત્રા ફેબ્રુઆરીમાં કરી હતી ત્યારે તેણે હેલ્થ રિસોર્ટની મુલાકાત લીધી હતી. અર્ધ સૈનિક દૃળ અને પોલીસની સુરક્ષા સાથેનાં વિભિન્ન યાત્રાઓના વિડીયો છે. તે શ્રીનગરમાં કલોક ટાવર નીચે ફોટો પડાવતાં પણ નજરે પડે છે.
પોતાને પીએમઓના અધિકારી ઓળખાવનાર ઠગ કિરણ પટેલ અમદૃાવાદૃનો હોવાનું બહાર આવ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં ઝેડ સિકયુરીટી સાથે ફરતો હતો.આ ઠગ અમદૃાવાદૃનો હોવાની વિગત જાણવા મળી છે.
ઠગે પોતાના ટવીટર બાયોમાં લખ્યુ છે કે તેણે પીએચડી કર્યું છે. પોલીસે હવે આ ઠગની પીએચડીની ડીગ્રી અંગે પણ તપાસ હાથ ધરી છે.ગુજરાતના ઠગ કિરણ પટેલ સામે આ સંદૃર્ભે શ્રીનગરમાં પોલીસ ફરિયાદૃ નોંધાવા પામી છે.
પોતે પીએમઓનો અધિકારી હોવાની ઓળખ આપી જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આંખમાં ધૂળ નાખનાર ઠગની ઘટનાને પગલે આટલી મોટી બેદૃરકારી સામે આવતા હવે હાઈ લેવલની પાસ આદૃેશ આપવામાં આવ્યા છે.
પોતાને પીએમઓનો અધિકારી ઓળખાવી જમ્મુ-કાશ્મીર પ્રશાસનને ઉલ્લુ બનાવનાર અમદૃાવાદૃનાં ઠગ કિરણ પટેલ સામે અગાઉ પણ છેતરપીંડીના કેસ થયા હોવાનું બહાર આવ્યું છે.
ઠગ કિરણ પટેલ અમદૃાવાદૃનાં ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટીજ મધુવન બંગલામાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. વૈભવી જીવન જીવતો કિરણ પટેલ હાલ િંસધુ ભવન રોડ જેવા પોશ વિસ્તારમાં રહે છે. ત્ો સોશીયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે ત્ો સામેવાળી વ્યક્તિન્ો પ્રભાવિત કરવામાં માહિર છે. કિરણ એડિશનલ ડાયરેકટર પીએમઓના વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ કરતો હતો. પરિવાર સાથે શ્રીનગર ફરવા ગયો હતો ત્યારે ત્ોની ઓળખ પીએમઓના અધિકારીની આપી હતી.
કિરણે પોતે પીએમઓ સાથે જોડાયેલા હોવાનું જણાવીને વિઝિટિગ કાર્ડ પણ બતાવ્યું હતું. બીજી તરફ કિરણ પટેલ શ્રીનગરમાં પરિવાર સાથે ફરવા ગયો. આને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ તેને ઝેડપ્લસ સિક્યોરિટી આપી હતી. અલબત્ત, કિરણની ઠગાઈની પોલીસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.
કિરણ પટેલ અમદૃવાદૃમાં એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે અને તેની પત્ની માલિની પટેલ ડોક્ટર છે. કિરણના પરિવારમાં ૨ દૃીકરીઓ છે. કોરોના દૃરમિયાન કિરણે વોટ્સએપ પર ’ઇઁ ૐીઙ્મૈહખ્ત ૐટ્ઠહઙ્ઘજ’ નામનું ગ્રૂપ પણ બનાવ્યું હતું. જેમાં લોકોને તેની સાથે જોડીને પોતે કરેલાં કાર્યો તથા પોતે જ્યાં હરેફરે તેની અપડેટ આપતો હતો.
આ કિરણે પટેલનો આઇઆઈએણ-ત્રિચીથી એમબીએનો અભ્યાસ કર્યો હોવાનો પણ દૃાવો છે. બીએમડબલ્યુ કારમાં ફરતો કિરણ હંમેશાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવતો અને પોતે ખૂબ પહોંચેલો હોવાનો પણ દૃાવો કરતો હતો. થોડા સમય પહેલાં તેણે ફેમિલી ટ્રીપ માટે સ્પાઇસ જેટનું નાનું પ્રાઇવેટ એરક્રાટ પણ બુક કરાવ્યું હતું. પોતે સંઘ અને મ્ત્નઁનો સમર્થક હોવાનું પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે લોકોને કહેતો હતો.
કિરણ કોઈને પણ શરૂઆતથી જ પોતે વીવીઆઈપી માણસ હોવાનું કહીને આંજી દૃેતો હતો. કિરણની પત્ની માલિની પટેલ પણ હંમેશાં તેની સાથે હોય છે. તે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે જ એક્ટિવ રહીને પોતે હાઈપ્રોફાઈલ હોવાનું બતાવે છે.

રિલેટેડ ન્યૂઝ