ઓસ્ટ્રેલિયા ૨૬૯ રનમાં ઓલ આઉટ: ભારત ૨૪૮ રનમાં ઓલઆઉટ; સૂર્યકુમાર ફરી નિષ્ફળ:ટીમ ઈન્ડિયાના બેટરોનું િંચતાજનક પ્રદૃર્શન
ચેન્નાઈ, તા. ૨૨
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્રે રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૬૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે ૪૯.૧ ઓવરમાં ૧૦ વિકેટના ભોગ્ો ૨૪૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગ પસંદૃ કરી હતી તેના ઓપનર ટ્રેલીસ હેડ એ મીચેલ માર્સે શાનદૃાર બેટીંગ કરી હતી. તેઓએ ૬૮ રનની ભાગીદૃારી નોંધાવી હતી. હેડ હાર્દિૃક પંડ્યાની બોલીંગમાં ૩૩ રન બનાવી કુલદૃીપના હાથમાં ઝીલાઈ ગયો હતો. તુરત જ સ્મિથ પડ્યાની બોલીંગમાં રાહુલના હાથમાં શૂન્ય રને ઝલાયો હતો.
ટીમના ૮૫ રનના જુમલે માર્શ પંડ્યાની બોલીંગમાં ૪૭ રન બનાવી બોલ્ડ થયો હતો ત્યારબાદૃ ડેવીડ વોર્નર ૨૩ રન બનાવી કુલદૃીપ યાદૃવની બોલીંગમાં હાર્દિૃકના હાથમાં સપડાયો હતો ત્યારે ટીમના ૧૨૫ રન થયા હતા.
લાબુશેન પણ ૨૮ રન બનાવી કુલદૃીપ યાદૃવની બોલીંગમાં ઊંચો ફટકો મારવા જતા ગીલના હાથમાં ઝડપાયો હતો. ટીમના ૧૯૬ રનના જુમલે સ્ટોપનીશ ૨૫ રન બનાવી અક્ષર પટેલની બોલીંગમાં ગીલના હાથમાં ઝલાયો હતો.
ટીમના ૨૦૩ રનના જુમલે કેરી ૩૮ રન બનાવી કુલદૃીપની બોલીંગમાં બોલ્ડ થયો હતો. એબોટ અક્ષરની બોલીંગમાં ૨૬ રન બનાવી બોલ્ડ થયો હતો. એસ્ટોન અગર મોહંમદૃ સીરાઝની બોલીંગમાં ૧૭ રન બનાવી અક્ષરના હાથમાં ઝલાયો હતો. સ્ટાર્ક ૧૦ રન બનાવી મોહંમદૃ શીરાજની બોલીંગમાં જાડેજાના હાથમાં સપડાયો હતો. ઝ્મ્પા ૧૦ રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે વધારાના ૧૨ રન આપ્યા હતા. આમ ઓસ્ટ્રેલીયાની ટીમ ૪૯ ઓવરમાં ૨૬૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી હાર્દિૃક પંડ્યાએ અને કુલદૃીપ યાદૃવે ૩-૩ તેમજ મોહંમદૃ શીરાજ અને અક્ષર પટેલ ૨-૨ વિકેટ લીધી હતી. ભારત તરફથી ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગીલ મેદૃાનમાં ઉતર્યા હતા. શરૂઆતમાં રોહિત અને ગીલે ઝમકદૃાર બેટીંગ કરી હતી ટીમના ૬૫ રનના જુમલે રોહિત શર્મા ૩૦ રન બનાવી એબોટની બોલીંગમાં સ્ટાર્કના હાથમાં ઝડપાઈ ગયો હતો.
ત્યારબાદૃ ગીલ પણ ૩૭ રન બનાવી ઝેમ્પાની બોલીંગમાં લેલબીફોર થયો હતો જો કે, કોહલી અને રાહુલે ૬૯ રનની ભાગીદૃારી નોંધાવી હતી. પરંતુ રાહુલ ૩૨ રન બનાવી જેમ્પાની બોલીંગમાં અબોટના હાથમાં સપડાયો હતો.
ટીમના ૧૫૧ રનના જુમલે અક્ષર પટેલ કમનસીબે ૨ રન બનાવી રન આઉટ થયો હતો. ટીમના ૧૮૫ રનના જુમલે કોહલી પણ ૫૪ રન બનાવી અગરની બોલીંગમાં વોર્નરના હાથમાં સપડાયો હતો તેના સ્થાને આવેલો સૂર્યકુમાર આજે પણ નિષ્ફળ ગયો હતો. તે શૂન્ય રન બનાવી અગરની બોલીંગમાં બોલ્ડ થયો હતો.
હાદિૃકે જવાબદૃારી પૂર્વક બેટીંગ કરી હતી પરંતુ તે ૪૦ રન બનાવી ઝેમ્પાની બોલીંગમાં સ્મીથના હાથમાં ઝડપાયો હતો. રવિન્દ્ર જાડેજા પણ ઝેમ્પાની બોલીંગમાં ૧૮ રન બનાવી સ્ટોપનીશના હાથમાં સપડાયો હતો. મોહંમદૃ શામી ૧૪ રન બનાવી સ્ટોપનનીશની બોલીંગમાં બોલ્ડ થયો હતો. છેલ્લે કુલદૃીપ યાદૃવ પણ ૬ રન બનાવી રન આઉટ થતા ભારતનો દૃાવ ૨૪૮ રનમાં સમેટાતા ૨૧ રને ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. મોહંમદૃ શીરાજ ૩ રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વધારાના ૧૨ આપ્યા હતા. સ્પીનર જેમ્પાએ ૪ વિકેટ લીધી હતી.