ઈડી-સીબીઆઈના દૃુરુપયોગના વિરોધમાં ૧૪ વિપક્ષો સુપ્રીમમાં

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ િંસઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂક્યો, આ મામલે ૫ એપ્રિલે સુનાવણી

નવી દિૃલ્હી, તા.૨૪
કોંગ્રેસના નેતૃત્વમાં ૧૪ વિપક્ષી દૃળો શુક્રવારે તપાસ એજન્સીઓ (ઈડીઅને સીબીઆઈ)ના દૃુરુપયોગનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ િંસઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂક્યો હતો.
િંસઘવીએ કહૃાું કે કોર્ટે ધરપકડ અને જામીન અંગે માર્ગદૃર્શિકા નક્કી કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહૃાા છે. આ મામલે ૫ એપ્રિલે સુનાવણી થશે.આ પહેલા દિૃલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિૃયાની ધરપકડ થયા બાદૃ મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદૃવ અને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત નવ વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં તેમણે કહૃાું હતું કે, વિપક્ષના સભ્યો વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દૃુરુપયોગ દૃર્શાવે છે કે આપણે લોકશાહીથી નિરંકુશતામાં બદૃલાઈ ગયા છીએ.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, દિૃલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિૃયાની તેમની વિરુદ્ધ પુરાવા વિના કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈદ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદૃવ, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દૃુલ્લા, રાષ્ટ્રવાદૃી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદૃ પવાર અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થાય છે.
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં જોડાયેલા વિપક્ષી નેતાઓ સામેના કેસમાં તપાસ એજન્સીઓ ધીમી છે. ઉદૃાહરણ તરીકે, કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને આસામના વર્તમાન મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની ૨૦૧૪ અને ૨૦૧૫માં શારદૃા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈઅને ઈડીદ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે તેઓ ભાજપમાં જોડાયા બાદૃ મામલો આગળ વધ્યો ન હતો.
એ જ રીતે, ભૂતપૂર્વ ટીએમસી નેતાઓ શુભેન્દૃુ અધિકારી અને મુકુલ રોય નારદૃા સ્લિંગ ઓપરેશન કેસમાં ઈડીઅને સીબીઆઈના સ્કેનર હેઠળ હતા, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેઓ ભાજપમાં જોડાયા પછી કેસ વધુ આગળ વધ્યા ન હતા. મહારાષ્ટ્રના નારાયણ રાણે સહિત આવા અનેક ઉદૃાહરણો છે.

રિલેટેડ ન્યૂઝ