જે લોકો સવાલો ઉઠાવે છે તેમના પર કેસ ઠોકી દૃેવાય છે: પ્રિયંકા ગાંધી

રાહુલનું સાંસદૃપદૃ રદૃ કરાતા કોંગ્રેસ-વિપક્ષોમાં આક્રોશ

નવી દિૃલ્હી, તા.૨૪
રાહુલ ગાંધીનું લોકસભા સાંસદૃ પદૃ રદૃ કરી દૃેવામાં આવતા તેઓ હવે પૂર્વ સાંસદૃ બની ગયા છે. પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરી હતી. તેમણે કહૃાું કે નીરવ મોદૃીએ ૧૪ હજાર કરોડનું, લલિત મોદૃીએ ૪૨૫ કરોડનું, મેહુલ ચોક્સીએ ૧૩૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. જે લોકોએ દૃેશના પૈસા લૂંટ્યા, ભાજપ એ લોકોનો બચાવ કેમ કરી રહૃાો છે? તપાસથી ભાગે કેમ છે? જે લોકો સવાલો ઊઠાવે છે તેમના પર કેસ ઠોકી દૃેવાય છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓને ટેકો આપે છે.
આ મામલે કોંગ્રેસ વતી સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદૃ રદૃ કરી દૃેવામાં આવ્યું. તે આ લડાઈ દૃરેક િંકમતે ચાલુ રાખશે અને આ મામલે ન્યાયસંગત કાર્યવાહી કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પણ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપતા કહૃાું હતું કે અમે સંસદૃમાં બોલતા રહીશું. તેમને સત્ય બોલવાની સજા મળી રહી છે. અમે લોકતંત્ર માટે લડતા રહીશું. આ રાહુલ ગાંધીનો અવાજ દૃબાવવાનો પ્રયાસ છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહૃાું કે લોકસભાની સદૃસ્યતા સમાપ્ત કરવી એ સરમુખત્યારશાહીનું બીજું ઉદૃાહરણ છે. રાહુલ ગાંધી દૃેશનો અવાજ છે જે હવે આ તાનાશાહી સામે વધુ મજબૂત બનશે.
પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ તીખી પ્રતિક્રિયા આપતા કહૃાું કે પીએમ મોદૃીના ન્યૂ ઈન્ડિયામાં વિપક્ષના નેતાઓને તેમના ભાષણ માટે અયોગ્ય ઠેરવી દૃેવાય છે. આજે અમે બંધારણીય લોકશાહી માટે એક નવું નીચલું સ્તર જોયું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહૃાું કે આપણા દૃેશમાં ચોરને ચોર કહેવું હવે ગુનો બની ગયો છે. દૃેશમાં ચોરો, લુંટારુઓ મુક્તપણે ફરી રહૃાા છે
દિૃલ્હીના મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલે પણ રાહુલના સાંસદૃ પદૃ રદૃ કરવા સામે ઉગ્રવિરોધ કર્યો હતો.આ સૌની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી રેણુકા ચૌધરીએ કહૃાું કે મારા પર ૨૦૧૮માં સંસદૃમાં કરાયેલી કથિત સુપર્ણખા ટિપ્પણી મામલે હું વડાપ્રધાન મોદૃી સામે માનહાનિનો કેસ દૃાખલ કરીશ. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ પીએમ મોદૃીની એ જૂની વીડિયો ક્લિપ પર ટ્વિટ કરી હતી. રેણુકા ચૌધરીએ ટ્વિટ કરતાં લખ્યું કે હવે જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.

રિલેટેડ ન્યૂઝ