કર્ણાટકમાં કોંગ્રેસના 124 ઉમેદવારોની યાદી જાહેર : સિદ્ધારમૈયા વરુણા અને ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે, ખડગેના પુત્રને પણ ટિકિટ

કોંગ્રેસ સમિતિની બેઠકમાં પાર્ટી પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન અડગે, રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતા સામેલ થયા

કર્ણાટક કોંગ્રેસે શનિવારે વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારીની પ્રથમ યાદી જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે વરિષ્ઠ નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરામાંથી મેદાનમાં ઉતરશે. કેટલાક દિવસ પહેલા શિવકુમારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી કર્ણાટકમાં એકલાં હાથે ચૂંટણી લડશે.
કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે. ગત ચૂંટણી એટલે કે 2018માં ભાજપને 104, કોંગ્રેસને 78 અને JDSને 37 બેઠકો મળી હતી. બાકીની બેઠકો અન્યના ખાતામાં ગઈ હતી.

ચિતાપુરથી ઉતરશે પ્રિયાંક ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચિત્તાપુરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસે પૂર્વ ડિપ્ટી CM જી પરમેશ્વરાને કોરાટાગેરે (SC)થી ઉતાર્યા છે. જ્યારે પૂર્વ મંત્રી કેએચ મુનિઅપ્પા દેવાનાહલ્લીથી ચૂંટણી લડશે.
કર્ણાટક ચૂંટણીને જોતા 17 માર્ચના રોજ કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી. તેમાં જ પ્રથમ યાદી ફાઈનલ થઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા મલ્લિકાર્જુ ખડગેએ કરી હતી.

આપ પણ લડશે તમામ બેઠકો પર ચૂંટણી
આમ આદમી પાર્ટી પણ આ વખતે કર્ણાટકની તમામ બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. પાર્ટી 20 માર્ચના રોજ 80 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ પૃથ્વી રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેમના મોટાભાગના ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી ઓછી છે. તેમની પાર્ટીએ 7 મહિલાઓ અને 7 ખેડૂતોને ટિકિટ આપી છે.

એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાશે
​​​​​​​કર્ણાટકમાં મે 2023માં વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. તેના પહેલા ત્યાં ચૂંટણી યોજાવવાની છે. જોકે, અત્યાર સુધી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરી.

રિલેટેડ ન્યૂઝ