નવા સંસદૃ ભવનનું મોદૃી દ્વારા ઉદ્ઘાટનનો ૧૯ વિપક્ષનો બહિષ્કાર

વિપક્ષી દૃળોનું કહેવું છે કે ઉદૃઘાટન પીએમ નહીં રાષ્ટ્રપતિએ કરવું જોઈએ

નવી દિૃલ્હી, તા.૨૪
ભારતની સંસદૃનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદૃી આગામી ૨૮મેના રોજ તેનું ઉદૃઘાટન કરવાના છે. આ દૃરમિયાન ઉદૃઘાટન અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આમ આદૃમી પાર્ટી સહિત વિપક્ષી દૃળોનું કહેવું છે કે ઉદૃઘાટન પીએમ મોદૃીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આટલું જ નહીં વિપક્ષે સરકાર સામે આક્ષેપ કર્યો છે કે તે રાષ્ટ્રપતિની ગરીમાને નબળી પાડી રહી છે. તેમને સરકારના વડા હોવા છતાં ઉદૃઘાટન માટે બોલાવાયા નથી. આ દૃરમિયાન કોંગ્રેસ, આમ આદૃમી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, આરજેડી, જદૃયુ સહિત ૧૯ વિપક્ષી દૃળોએ આ સમારોહમાં હાજરી નહીં આપી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દૃીધી છે. પીએમ મોદૃીના હસ્તે સંસદૃના ઉદૃઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદૃ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહૃાું હતું કે આ ઉદૃઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દૃળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દૃીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે.
હાલમાં ભારત રાષ્ટ્ર સમિતિ અને અકાલી દૃળ વતી કોઈ નિર્ણય આવ્યો નથી. એવું મનાય છે કે બહિષ્કારનો નિર્ણય બીઆરએસ પણ કરી શકે છે. જોકે અકાલી દૃળ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. જોકે તેમના વતી પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યારે યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સપા અને આરએલડીએ કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. જોકે ચર્ચા એવી છે કે માયાવતીની બસપા અને આંધ્રપ્રદૃેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બીજેડીએ હજુ આ મામલે કોઈ નિર્ણય કર્યો નથી.

રિલેટેડ ન્યૂઝ