રાહુલ ગાંધીનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરેન્ડર : નવા પાસપોર્ટ ઇસ્યુ કરવા સામે ડો. સુબ્રમણ્યમ સ્વામી કોર્ટમાં

નવી દિલ્હી, તા. ર4
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ થતા તેઓએ પોતાનો સાંસદ તરીકેનો ડિપ્લોમેટીક પાસપોર્ટ સરન્ડર કર્યો છે અને હવે દેશના એક નાગરિક તરીકે રેગ્યુલર પાસપોર્ટની અરજી કરતા ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રાહુલે પાસપોર્ટ ઇસ્યુ ન કરવા રીટ કરી છે. રાહુલ ગાંધી ચાલુ માસના અંતે અમેરિકાની મુલાકાત લેનાર છે અને તેઓએ પોતાના નવા પાસપોર્ટ માટેની અરજી કરી છે જેમાં રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રી વતી આ અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સામે હાલ નેશનલ હેરર્લ્ડ ઉપરાંત મોદી સરનેમ સહિતના કેસો છે જેમાં મોદી સરનેમ કેસમાં તો રાહુલ ગાંધીને બે વર્ષની જેલ સજા થઇ છે પરંતુ તેમાં હાલ તેઓને સજા સામે વચગાળાનો સ્ટે મળ્યો છે અને જામીન ઉપર છે આ ઉપરાંત તેઓ નેશનલ હેરર્લ્ડ કેસમાં જામીન પર છે જયારે તેમની સામે અન્ય માનહાનીના કેસ પણ ચાલે છે આમ તેઓએ પાસપોર્ટની અરજી કરતા સમયે આ તમામ માહિતીઓ આપી છે અને સાથોસાથ રાહુલના ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમને જામીન સમયે એક પણ અદાલતે વિદેશ જવા સામે કોઇ પ્રતિબંધ મુકયો નથી કે પાસપોર્ટ અદાલતમાં સરન્ડર કરવા પણ જણાવ્યું નથી. પરંતુ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીને વિદેશ જવા દેવામાં આવે તો નેશનલ હેરર્લ્ડ કેસની તપાસમાં વિઘ્ન સર્જાય તેમ છે. ડો.સ્વામીએ જ નેશનલ હેરર્લ્ડનો કેસ કોંગ્રેસ અને ગાંધી કુટુંબ સાથે કર્યો છે અને અન્ય કેસમાં પણ રાહુલ સામે હજુ તપાસ છે તે બાદ દિલ્હીની એડીશ્નલ ચીફ મેટ્રો પોલીન મેજીસ્ટ્રેટ કોર્ટે હવે રાહુલ ગાંધીની સામેની ડો.સ્વામીની દલીલોમાં કંઇ તથ્ય હોવાનું જણાવીને રાહુલ ગાંધીને જવાબ આપવા કહ્યું છે અને તેના પર હવે તા.ર6ના રોજ વધુ સુનાવણી થશે.

રિલેટેડ ન્યૂઝ