નવા સંસદૃભવનનો વિવાદૃ હવે સુપ્રીમ કોર્ટમાં

લોકસભાના સેક્રેટરી જનરલે જે ઉદઘાટન અંગેનો સતાવાર પરિપત્ર જાહેર કર્યો હતો તે રજુ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી: દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવાની માંગ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી થઈ છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સેન્ટ્રલ વિસ્ટામાં નિર્મિત નવા સંસદ ભવનને ખુલ્લુ મુકાશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ જ દેશના સંસદ અને સંવિધાનના સર્વોચ્ચ વડા છે અને તેથી તેમના હસ્તે જ નવા સંસદ ભવનનો પ્રારંભ થવો જોઈએ. આ અંગે લોકસભાના સેક્રેટરી જનરલે જે ઉદઘાટન અંગેનો સતાવાર પરિપત્ર જાહેર કર્યો હતો તે રજુ કરવામાં આવ્યો છે તથા રાષ્ટ્રપતિના સ્થાને વડાપ્રધાન મારફત આ સંસદ ભવનનો પ્રારંભ એ રાષ્ટ્રપતિનું અપમાન છે. સંસદનો અર્થ જ લોકસભા-રાજયસભા અને રાષ્ટ્રપતિ છે અને તેથી જ તેઓના હસ્તે જ આ નવી ઈમારતનું ઉદઘાટન થવું જોઈએ.રાષ્ટ્રપતિએ સંસદ ભવનના અભિન્ન અંગ છે અને કસ્ટોડીયન પણ છે. રાષ્ટ્રપતિને આમંત્રીત પણ કરાયા નથી. સિનીયર ધારાશાસ્ત્રી સી.આર. જયા સુકીન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં બંધારણની કલમ 79નો પણ ઉલ્લેખ થયો હતો.હવે સર્વોચ્ચ અદાલત આ મુદે કેવું વલણ અપનાવી તેના પર સૌની નજર છે.

રિલેટેડ ન્યૂઝ