માઇનસ પાંચ ડીગ્રીમાં 15,200 ફુટે જવાનોનો જુસ્સો વધારતા ટ્રેકર્સ

ભાવનગર ટ્રેકીંગ લવર્સ ગ્રુપના સભ્યોનું સાહસિક ટ્રેકીંગ

ભાવનગર તા.25
ભાવનગરના જાણીતા તબીબ અને પ્રકૃતિવિદ ડો.તેજસ દોશી ની આગેવાની નીચે ચાલતા ટ્રેકિંગ લવર્સ ગ્રુપ દર વર્ષે ભારતના વિવિધ ક્ષેત્રોમાં જઈ ટ્રેકિંગ તેમજ એડવેન્ચર્સ એક્ટિવિટીઓ કરે છે.
આ વર્ષે મે મહિનામાં ડો. તેજસ દોશીના માર્ગદર્શન નીચે ભાવનગર , આણંદ અને મુંબઈના 21 સભ્યોના ગ્રુપે કે જેમાં ભાવનગરના જાણીતા તબીબો, પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ભારતના નોર્થ ઈસ્ટ હિમાલયન રેન્જમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામના વિવિધ વિસ્તારોમાં ટ્રેકિંગ તેમજ વિવિધ સ્થળોની મુલાકાત લીધી.
જેને અંતર્ગત ભારત અને ચીનની સંયુક્ત બોર્ડર એટલે કે 15200 ફૂટ ઉપર અરુણાચલ પ્રદેશના બુમલા પાસમાં કે જે સંપૂર્ણ બરફ આચ્છાદિત માઈનસ પાંચ ડિગ્રી તાપમાનમાં સમગ્ર રૂટ ઉપર ભારતીય અને ચીની જવાનો સાથે મુલાકાત લઇ ભારતીય જવાનોનો જુસ્સો ખાસ વધાર્યો. ભાવનગરના પ્રખ્યાત ગાંઠીયા તેમજ પેંડા ત્યાંના જવાનો સાથે વહેંચી અને સંયુક્ત ઉજવણી કરી.
આ ઉપરાંત વિશ્વના સૌથી વધારે જ્યાં વરસાદ પડે છે તેવા ચેરાપુંજી, એશિયાનું સૌથી ક્લીન વિલેજ મ્યાગવાર વિલેજ, એશિયાની સૌથી ચોખ્ખી નદી એટલે કે ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર આવેલ દાવકી વિલેજમાં દાવકી નદીના કિનારે ખાસ જઈ અને ઇન્ડો બાંગ્લાદેશ ની બોર્ડર ઉપર મુલાકાત લઇ ત્યાંના જવાનો સાથે પણ ખાસ મુલાકાત કરી. ભારતની સૌથી ઊંડી ગુફાઓ માની એક મેઘાલય સ્થિત આરવા ગુફા કે જે લગભગ 2 કિલોમીટર થી પણ વધુ ઊંડી છે તેની મુલાકાત લીધી. વિશ્વનું એકમાત્ર એકસિંગી ગેંડાઓનું નેશનલ પાર્ક એટલે કે આસામમાં આવેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં ત્યાં મુલાકાત લઇ 45 થી વધુ ગેંડાઓનું સાઇટસીન કર્યું. તેમજ ત્યાં આવેલ બાયોડાઇવર્સિટી પાર્કમાં સમગ્ર નોર્થ ઈસ્ટનો એક કલ્ચરલ ઈવેન્ટ કે જેની અંતર્ગત ત્યાંના સાતે રાજ્યોની સંસ્કૃતિ , વાદ્યો, નૃત્યો વગેરે દર્શાવવામાં આવે છે તેમાં ભાગ લઈ ત્યાંના નૃત્ય સાથે ગુજરાતના પ્રખ્યાત ગરબા પણ કરવામાં આવ્યા.આમ આ ગ્રુપ દ્વારા નોર્થ ઈસ્ટના 12 થી વધારે સ્થળોની મુલાકાત લઇ ગુજરાતી સંસ્કૃતિ અને નોર્થ ઈસ્ટની સંસ્કૃતિનો અદભુત સમન્વય કરવામાં આવ્યો.

રિલેટેડ ન્યૂઝ