ચોમાસુ કેરળ આવી પહોંચ્યુ, ઠેર ઠેર વરસાદૃ

આગામી ત્રણ દિૃવસમાં ન્ૌઋત્યનું ચોમાસુ કર્ણાટક-તામિલનાડુ પહોંચશે, ૨૦ થી ૨૫ જૂન દૃરમિયાન ગુજરાતમાં એન્ટ્રી કરશે

નવી દિલ્હી: સાત દિવસની લાંબી… રાહ જોવરાવ્યા બાદ આખરે નેરૂત્યનું ચોમાસુ આજે કેરળ પહોંચી ગયુ છે. ભારતીય હવામાન વિભાગે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે આજે ગુરુવારે નેરૂત્યના ચોમાસાએ કેરળના તટીય ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો છે. આમ દેશના કૃષિ ક્ષેત્ર માટે અગત્યના નેરૂત્યના ચોમાસાના આગમનથી એક મોટી રાહત છેલ્લા 24 કલાકમાં કેરળની ચોમાસાના આગમનની સ્થિતિ નિશ્ર્ચિત કરતી 12 વેધશાળા ક્ષેત્રમાં 24 કલાકમાં વ્યાપક વરસાદ થયો છે જે ચોમાસાના આગમનની છડી પોકારે છે. હવામાન ખાતાએ જણાવ્યું કે ચોમાસાને આગળ વધવા માટે હાલ સાનુકુળ સ્થિતિ છે અને તે અરબી સમુદ્રના કેટલાક વધુ વિસ્તારો તામિલનાડુ, કર્ણાટક અને દક્ષિણ પશ્ર્ચિમ મધ્ય અને ઉતરપુર્વીય બંગાળના અખાતમાં આગળ વધશે તથા તે આગામી 48 કલાકમાં કેરળના બાકીના ક્ષેત્રોને પણ આવરી લેશે.
હવે આગામી ત્રણ-ચાર દિૃવસમાં ચોમાસુ કર્ણાટક અન્ો તામિલનાડુ પહોંચશે. જ્યારે ૨૦ થી ૨૫ જૂન દૃરમિયાન ગુજરાતમાં આગમન થાય ત્ોવી શક્યતા છે.
આ વર્ષે ચોમાસુ તેના નિશ્ર્ચિત તા.1 જૂનના શેડયુલ કરતા મોડુ તા.4 જૂન સુધીમાં કેરળના દરિયા કિનારે પહોંચશે તેવા સંકેત હતા પણ વાવાઝોડા ‘બિપોર જોય’ ના કારણે ચોમાસાનું આગમન ત્રણ દિવસ વધુ મોડું થયું છે તથા વાવાઝોડાની ખાધ પુરી થાય ત્યાં સુધી ચોમાસુ ‘નબળુ’ રહેશે અને તેની તિવ્રતાને પ્રભાવીત કરશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસુ અરબ સમુદ્રના કેટલાક ભાગો લક્ષ્યદ્વીપ મન્નારની ખાડી સહિતના ક્ષેત્રોમાં આગળ વધશે. હવે કેરળમાં આગામી ચાર દિવસમાં વરસાદની પેટર્ન પર હવામાન વિભાગની નજર રહેશે પણ મૌસમ વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ જૂનમાં વરસાદની ખાધ રહેવાની ધારણા છે. ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તેના પરથી તે ગુજરાત કયારે પહોંચશે તે નિશ્ર્ચિત કરાશે. ચાલુ વર્ષે હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતા દર્શાવી છે તો અલનીનોના પ્રભાવ અંગે પણ આ માસના અંતે સંકેત મળી જશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન ‘બિપરજોય વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધી રહૃાું છે. ત્ોની અસર સમગ્ર પશ્ર્ચિમ દૃક્ષિણના દૃરિયાકિનારા પર વર્તાઈ રહી છે. આ દૃરમિયાન ન્ૌઋત્યનું ચોમાસુ એક સપ્તાહ મોડુ કેરળ પહોંચતા રાજ્યના ૯૫ ટકા વિસ્તારોમાં પડી રહેલા હળવાથી ભારે વરસાદૃ વચ્ચે થિરૂવંથપુરમમાં વિઝહિન્જામ હાવેર ખાત્ો સમુદ્રમાં પ્રચંડ મોજા ઉછળી રહેલા શ્યમાન થાય છે.

રિલેટેડ ન્યૂઝ