રૂા.2000ની 50% નોટો બેન્કોમાં પરત

નવી દિલ્હી: રૂા.2000ની ચલણી નોટો પરત ખેચવાની જાહેરાતના પ્રથમ પખવાડીયામાં આ વલણની 50% નોટો બેન્કોમાં જમા એકસચેંજ થઈ ગઈ છે. આજે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે મોનેટરી પોલીસીની જાહેરાત કરતા સમયે જણાવ્યું કે રૂા.2000ના ચલણની રૂા.1.80 લાખ કરોડની નોટો બેન્કોમાં જમા થઈ ગઈ છે.
ગત મહિને રૂા.2000ની ચલણી નોટો પરત ખેચવાની રીઝર્વ બેન્કની જાહેરાત સમયે સીસ્ટમમાં કુલ રૂા.3.26 લાખ કરોડની નોટો સીસ્ટમમાં હતી જે બેન્કોમાં જમા કરાવવા કે મર્યાદીત રીતે એકસચેંજ કરવા તા.30 સપ્ટે. 2023ની ડેડલાઈન આપવામાં આવી છે. શ્રી શક્તિકાંતા દાસે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયા અત્યંત સરળ રીતે ચાલી રહી છે અને એકસચેંજમાં કોઈપણ બેન્કની કોઈપણ શાખામાં મંજુરી અપાઈ છે અને ખાતામાં કોઈપણ રકમની રૂા.2000ની ચલણી નોટો જમા કરાવી શકાશે જેમાં કોઈ મર્યાદા નથી. ખાતામાં કેવાયસી પ્રક્રિયા પુરી થઈ હોવી જરૂરી છે.
રીઝર્વ બેન્કે છેલ્લા બે વર્ષથી રૂા.2000ની ચલણી નોટોનું પ્રિન્ટીંગ બંધ કર્યુ હતું તથા બેન્કોમાં પણ મર્યાદા મુજબ જ આ નોટો ઈસ્યુ થતી હતી.

રિલેટેડ ન્યૂઝ