એઆઈથી નોકરીઓ નથી જવાની, બહેતર નોકરીઓ આવશે, જોબ સેકટર બદલાઈ રહ્યું છે: અલ્ટમેન

ચેટજીપીટીને ભારતે ખરા અર્થમાં અપનાવ્યું છે. એઆઈ ખતરનાક નથી, હજુ ડર છે કે સમાજ અને ચૂંટણી પર એઆઈની શું અસર થશે, પણ તેના પણ ઉકેલ માટે અમે સક્ષમ છીએ:અલ્ટમેન

નવી દિલ્હી તા.8
આર્ટીફીશીયલ એજન્સી અર્થાત એઆઈ સાથે જોડાયેલી કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેને ભારતના વખાણ કરતા કહ્યું હતું કે ચેટજીટીપીને ભારતે ખરા અર્થમાં અપનાવ્યું છે. હાથોહાથ અપનાવી લીધુ છે.
38 વર્ષિય અલ્ટમેને જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં આ ગતિમાં વધારો થવાની આશા છે.
અલ્ટમેને એઆઈથી નોકરીઓ જવાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં એઆઈનાં કારણે બહેતર અને નવી નોકરીઓ ઉપલબ્ધ થશે. જોબ સેકટર ખુબ જ ઝડપથી બદલી રહ્યું છે. દુનિયામાં દરેક સરકારની તેના પર નજર છે. તેના બારામાં તેમણે વધુ વિચારવુ જોઈએ.
જોકે અલ્ટમેને એ વાત પણ સ્વીકારી હતી કે મશીની સમજ પર આધારીત એઆઈની ટેકનીકનો ઉપયોગ ખોટી દિશામાં પણ થઈ શકે છે.પરંતુ ઓપનએઆઈ આ જોખમને મેનેજ કરવામાં મદદ કરશે. નાની કંપનીઓ સાથે હરીફાઈ પર અલ્ટમેને જણાવ્યુ હતું કે એઆઈમાં નાની સ્ટાર્ટઅપ કંપનીઓ પર કોઈ પ્રકારનું નિયંત્રણ (રેગ્યુલેશન) ન હોવુ જોઈએ.એ આઈ માટે નૈતિક વિકલ્પના બારામાં તેમણે જણાવ્યુ હતું કે તેના પર ઓપન એઆઈએ નિર્ણય નથી લેવાયો આ દુનિયાનું લોકશાહીકરણ કરવાને માટે છે. સૌથી સારી વાત એ છે કે આ એક એવી ટેકનીક છે જે શીખવી જરૂરી છે.
એઆઈ માટે નૈતિક વિકલ્પનાં બારામાં તેમણે જણાવ્યું હતું કે તેના પર ઓપન એઆઈએ નિર્ણય નથી લેવાનો આ દુનિયાનું લોકશાહીકરણ કરવાને માટે છે. સૌથી સારી વાત એ છે કે આ એક એવી ટેકનીક છે જે શીખવી જરૂરી છે.
આશા છે રોબોટ સાથે પ્રેમ નહિં થાય:કાર્યક્રમમાં એમ અલ્ટમેનને જયારે પૂછવામાં આવ્યું કે એઆઈ સાથે કામ કર્યા બાદ માલાઓના બારામાં આપે શું શીખ્યુ? જેના જવાબમાં તેમણે કહયું હતુ કે યુનિવર્સ (બ્રહ્માંડ) ના સેન્ટરમાં મનુષ્ય ઓછો થતો જઈ રહ્યો છે. જોક આશા છે કે આપણને રોબોટ સાથે પ્રેમ નહિ થાય.
અલ્ટમેને જણાવ્યું હતું કે એ કાલ્પનીક વિચારથી તેની ઉંઘ ઉડી જતી હતી કે ચેટજીટીપી લોંચ કરીને આશા છે

રિલેટેડ ન્યૂઝ