આજથી સંસદૃનું વિશેષ સત્ર શરૂ થશે નવા સંસદૃભવન પર ઉપરાષ્ટ્રપતિ જગદૃીપ ધનખડેએ તિરંગો લહેરાવ્યો

સંસદૃભવનના ‘ગજદ્વાર’ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

પાટનગર નવી દિૃલ્હીમાં નિર્માણ પામેલા સંસદૃભવનમાં સોમવારથી સંસદૃનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રવિવારે નવા સંસદૃ ભવન ઉપર ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદૃીપ ધનખડ રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છે. સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ નજરે પડે છે.

૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદૃના વિશેષ સત્રના એક દિૃવસ પહેલા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદૃીપ ધનખડે નવી સંસદૃ ભવન પર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. આજે પીએમ મોદૃીનો પણ જન્મદિૃવસ છે. વિશ્ર્વકર્મા જયંતિ નિમિત્તે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદૃીપ ધનખડ રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે નવી સંસદૃ ભવનનાં પ્રાંગણના ગેટ પર પહોંચ્યા અને તિરંગો ફરકાવ્યો. આ કાર્યક્રમ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા વિશેષ સત્રના એક દિૃવસ પહેલા થઈ રહૃાો છે. વિશેષ સત્ર, જે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલશે, તે જૂની ઇમારતમાં શરૂ થશે અને પછી નવી ઇમારતમાં જશે, જે નવી સંસદૃમાં આયોજિત થનારું પ્રથમ સત્ર હશે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન દ્વારા ૨૮ મેના રોજ કરવામાં આવ્યું હતું.ઉપરાષ્ટ્રપતિ જગદૃીપ ધનખડેએ નવા સંસદૃભવનના ’ગજદ્વાર’ પર ધ્વજ ફરકાવ્યો. સંસદૃના વિશેષ સત્રના એક દિૃવસ પહેલા આ ખાસ ઘટના બની હતી. કારણ કે આ સત્રમાં સંસદૃીય કાર્યવાહીને જૂના સંસદૃ ભવનમાંથી નવા સંસદૃ ભવનમાં ખસેડવામાં આવશે. સંસદૃના વિશેષ સત્ર પહેલા આજે સાંજે ૪.૩૦ કલાકે સર્વપક્ષીય બેઠક પણ યોજાશે. આ બેઠક દ્વારા વિશેષ સત્રને સરળતાથી ચલાવવા માટે પરસ્પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.
આવતીકાલથી સંસદૃનું પાંચ દિૃવસનું સત્ર શરૂ થઈ રહૃાું છે. આ પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ૨૮મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ એક સમારોહનું આયોજન કરીને નવા સંસદૃ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ આજ સુધી નવા સંસદૃભવનમાં એકપણ સત્ર યોજાયું નથી.

રિલેટેડ ન્યૂઝ