વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જન્મ દિૃન નિમિત્તે રાજ્યમાં નવા ૭૩ જન ઔષધી કેન્દ્રનો શુભારંભ અમદૃાવાદૃના જન ઓષધી કેન્દ્રના શુભારંભ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ૭૩માં જન્મદિૃવસ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના સહયોગથી અમદૃાવાદૃ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો શુભારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો હતો. આ સાથે રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સમગ્ર ગુજરાતમાં નવીન ૭૩ જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો, જેનું લાઈવ ટેલિકાસ્ટ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત તમામ નાગરિકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનો જન્મદિૃવસ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રની શરૂઆત થઈ રહી છે તે માટે હું ગુજરાત આરોગ્ય વિભાગ અને રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલ સહિત તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીના દૃીઘર્દ્રષ્ટિને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને ગરીબો-વંચિતોનો વિકાસ થાય તેવા અભિગમને આગળ વધારવા નજીવા દૃરે આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેને માટે આ જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ જનઔષધી કેન્દ્રો પરથી કોઈપણ નાગરિક ૫૦% થી ૯૦%ના રાહત દૃરે દૃવાઓ ખરીદૃી શકશે, એટલે કે કોઈ દૃવા રૂ.૧૦૦ની હોય તો તે જનઔષધી કેન્દ્ર પરથી ૧૦ થી ૧૨ રૂપિયામાં પ્રાપ્ત થશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પોતાનો જન્મદિૃવસ પરંપરાગત સંસ્કૃતિને ધ્યાને રાખીને આજ દિૃન સુધી ઉજવ્યો નથી, પરંતુ તેઓ આ દિૃવસે સમગ્ર નાગરિકોને એક જ અપીલ કરે છે કે, નાનામાં નાનો સંકલ્પ તમારા જીવનમાં સ્વીકારી સમાજસેવા અને માનવસેવા માટે અર્પણ કરવો જોઈએ.
વડાપ્રધાનના જન્મદિૃવસની ઉજવણી પ્રસંગે તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર સુધી એટલે કે એક પખવાડિયા સુધી રાજ્યમા આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત માનવસેવા અને સમાજસેવાના આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ