લોકસભામાં ‘નારી શક્તિ વંદન બિલ’ રજૂ, સંસદમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. નવા સંસદભવનમાં આજથી સંસદની કાર્યવાહી શરૂ થઈ. આ પૂર્વે સાંસદોએ જૂના સંસદ ભવનમાં ફોટો સેશન પણ કરાવ્યું હતું.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંધારણની નકલ લઈને નવા બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા.

33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

બિલ રજૂ કરતી વખતે કાયદા મંત્રીએ કહ્યું કે આ બિલ મહિલાઓને સશક્ત બનાવશે. બંધારણની કલમ 239Aમાં સુધારો કરીને 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. કલમ 330A હેઠળ, ગૃહમાં SC/ST મહિલાઓ માટે બેઠકો આરક્ષિત રહેશે. બિલ રજૂ કરતી વખતે કાયદા મંત્રીએ કહ્યું કે આ બિલ પાસ થયા બાદ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા વધીને 181 થઈ જશે.

નારી શક્તિ વંદન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું

સંસદમાં ‘નારી શક્તિ વંદન બિલ’ રજૂ કરવામાં આવ્યું. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂઆત કરી હતી. બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ